ચીનમાં બાળકોનું ઘાતક ગતકડું

Published: 11th February, 2021 07:23 IST | China

ગટરમાં ફટાકડા ફોડવાના અને ઢાંકણા પર ઊભા રહેલા બાળકને હવામાં ફંગોળવાનો પ્રયત્ન કર્યો છે.

ગટરના ઢાંકણા પર બેસેલો બાળક
ગટરના ઢાંકણા પર બેસેલો બાળક

અન્ડરગ્રાઉન્ડ ગટરમાં મિથેન ગૅસ ભેગો થવાને કારણે તેમાં તણખો પડતાં સ્ફોટની શક્યતાઓ વધી જાય છે. ચીનમાં બાળકોને એ ગૅસ ચેમ્બર સમાન અન્ડરગ્રાઉન્ડ ગટર કે મૅનહોલમાં ફટાકડા ફેંકીને મોટા ધડાકા કરવાની આદત પડી છે. બાળકો આ ધડાકો થાય એ વખતે ગટરના ઢાંકણાં પર કોઈ બાળકને ઊભો પણ રાખે છે.

kid-sent

એને કારણે જ્યારે ધડાકો થાય અને ઢાંકણ ઊછળે ત્યારે એની ઉપરનું બાળક પણ હવામાં ફંગોળાઈને દૂર પડે છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ બાળકોએ આ રીતે ફટાકડા ફેંક્યા પછી હવામાં ફંગોળાવાના પ્રયોગો કર્યા છે. એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વિડિયોનું અનુકરણ કરવાવાળા પણ ઊભા થઈ ગયા છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK