Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લેસ્બિયન કપલે જન્મ આપ્યો બે ગર્ભમાં ઉછર્યું હોય એવા બાળકને

લેસ્બિયન કપલે જન્મ આપ્યો બે ગર્ભમાં ઉછર્યું હોય એવા બાળકને

07 December, 2019 11:20 AM IST | London

લેસ્બિયન કપલે જન્મ આપ્યો બે ગર્ભમાં ઉછર્યું હોય એવા બાળકને

લેસ્બિયન કપલ

લેસ્બિયન કપલ


બ્રિટનમાં રહેતી લેસ્બિયન જોડી જાસ્મિન અને ડોના ફ્રાન્સિસ સ્મિથના ઘરે બે મહિના પહેલાં ઓટિસ નામના દીકરાનો જન્મ થયો. બાળકનો જન્મ માતા અને પિતાના અંડબીજ ને સ્પર્મ દ્વારા થતો હોય છે, પરંતુ જ્યારે સજાતીય યુગલ બાળક મેળવવા ઇચ્છે ત્યારે તેમને વિજાતીય વ્યક્તિના સ્પર્મ અથવા અંડબીજની જરૂર પડે છે અને યુગલમાંથી કોઈ એક જ વ્યક્તિના અંડબીજ વપરાય છે અને મા બનવાનું સુખ અને અનુભૂતિ માત્ર એક જ વ્યક્તિને મળે છે. આ માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની ક્રિયા થાય. જોકે સ્વિસ ટેક્નૉલૉજી કંપનીએ લંડનની હૉસ્પિટલમાં એક એવો પ્રયોગ થયો જેમાં જન્મ લેનાર બાળકને એક જ નહીં, બન્ને માતાની કૂખનો અનુભવ મળે અને બન્ને મહિલાઓને મા બનવાનો સંતોષ મળે. જાસ્મિન અને ડોનાએ આ પદ્ધતિ દ્વારા ઓટિસને પેદા કર્યો હતો અને એનાથી બન્ને જણ મા બનવાની ખુશી અનુભવી રહ્યા છે. નવી પદ્ધતિને વિવો નૅચરલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. એમાં ભ્રૂણને લૅબોરેટરીમાં ફલિત કર્યા બાદ સેવવાની પ્રક્રિયા લૅબોરેટરીમાં નહીં, પરંતુ માની કૂખમાં કરવામાં આવે છે. એ માટે ફલિત અંશોને એક કૅપ્સ્યૂલમાં ભરીને એક માના ગર્ભાશયમાં મૂકવામાં આવે.

આ પણ વાંચો : પતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું



એ થોડાક દિવસ સુધી અંદર સેવાય એ પછીથી કૅપ્સ્યૂલ કાઢીને એમાંથી ભ્રૂણને એ માની કૂખમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે જ્યાં એ નવ મહિના માટે પોષણ પામે છે. જાસ્મિન અને ડોના બ્રિટનનું પહેલું એવું સજાતીય યુગલ છે જેમણે બે ગર્ભાશયમાં ઉછેરેલું હોય એવા બાળકને જન્મ આપ્યો છે. આ પહેલાં ૨૦૧૮માં અમેરિકાના ટેક્સસના ઍશ્લી અને બ્લિસ કૉલ્ટર નામના સજાતીય યુગલે પણ આ જ રીતે બે ગર્ભાશયમાં ઉછેરલા બાળકને જન્મ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 11:20 AM IST | London

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK