આ વાઘ છે, વરુ છે કે કંઇક બીજું, જુઓ પૃથ્વી પરથી લુપ્ત થયેલા પ્રાણીનો 1935નો વીડિયો

Updated: May 20, 2020, 17:57 IST | Gujarati Mid-day Online Correspondent | Australia

તાજેતરમાં આ તસ્માનિયન ટાઇગરનો દુર્લભ વીડિયો ફુટેજ ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થઈ રહ્યો છે અને આ ફુટેજ છેક વર્ષ 1935નો છે.

તસ્માનિયન ટાઇગર
તસ્માનિયન ટાઇગર

હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. સૌથી હાલ ખરાબ મજૂરોનો છે, પોતાના ઘરે પહોંચવા મુંબઈથી બિહાર સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. તે લોકોનો ખાવા-પીવાની પણ કઈ સગવડ નથી. આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે.

નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ડ આર્કાઈવ ઑફ ઑસ્ટ્રેલિયા (NFSA) દ્વારા ધરતીના તસ્માનિયન ટાઇગરનાં નામથી જાણીતું આ પ્રાણી પૃથ્વી પરથી નાશ પામ્યું છે એવી ચર્ચાઓ વર્ષોથી થતી આવી છે. ભલે તેના નામમાં ટાઇગર આવતું હોય પણ તે ખરેખર જંગલી બિલાડી નહીં પણ વરુને મળતું આવતું પ્રાણી છે. તેની પીઠ પર ચટાપટા પટ્ટા હોવાને કારણે તેને તસ્માનિયન ટાઇગરનું નામ મળ્યું છે. ઉત્ક્રાંતિ થઇ તે સાથે આ પ્રાણીમાં બિલાડી અને શ્વાન બંન્નેનાં જ લક્ષણો દેખાતા હતા એટલે વરુ અને વાઘ બન્ને શબ્દો આ તસ્માનિયન પ્રાણીને ઓળખવા વપરાયા આવ્યા છે.

અંગ્રેજીમાં તેને માટે thylacine શબ્દ વપરાતો આવ્યો છે પણ ઑસ્ટ્રેલિયા જીનીવાનાં તસ્માનિયામાં જોવા મળતું હતું માટે તસ્માનિયન ટાઇગર કે તસ્માનિયન વુલ્ફ શબ્દો તેને માટે પ્રચલિત બન્યા. આ એક માર્સુપિયલ પ્રાણી એટલે કે પેટ પાસે કાંગારુની જેમ કોથળી ધરાવતું પ્રાણી હતું, અને તે લાંબા સમયથી પૃથ્વી પરથી નાબુદ થઇ ગયું હોવાનું મનાય છે.

તાજેતરમાં આ તસ્માનિયન ટાઇગરનો દુર્લભ વીડિયો ફુટેજ ઇન્ટરનેટ પર ભારે વાઇરલ થઈ રહ્યો છે અને આ ફુટેજ છેક વર્ષ 1935નો છે. આ તસ્માનિયન ટાઇગરનું નામ બેંજામીન હતું અને તે હોબાર્ટ તસ્માનિયાનાં બ્યુમારિઝ ઝૂનું ફુટેજ છે જેમાં આ લુપ્ત પ્રજાતીનું પ્રાણી આપણે જોઇ શકીએ છીએ. બેંજામીન આ ફુટેજ લીધાનાં એક વર્ષમાં જ મૃત્યુ પામ્યો હતો અને એ જે દિવસે મૃત્યુ પામ્યો હતો તે દિવસને એટલે કે 7 સપ્ટેમ્બરને ઑસ્ટ્રેલિયામાં નેશનલ થ્રેટન્ડ સ્પિસીઝ દિવસ તરીકે મનાવાય છે એટલે કે જ્યારે લુપ્ત પ્રજાતીઓ માટેનો રાષ્ટ્રીય દિવસ ઉજવાય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 80 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. ધી ઑસ્ટ્રેલિયન મ્યૂઝિયમના અનુસાર, તસ્માનિયન વાધ ઑસ્ટ્રેલિયના એક ટાપુમાં રહેતો હતો, પરતું લગભગ 2000 વર્ષ પહેલ જ મુખ્ય ભૂમિ પર વિલુપ્ત થઈ ગયો હતો. ત્યારબાદ તેની વસ્તી તસ્માનિયા ટાપુ સુધી મર્યાદિત હતી. તસ્માનિયામાં એની પતન અને લુપ્તતા કદાચ કૂતરાની શરૂઆતથી થઈ ગઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK