વિની ધ પૂએ ફૅનને લખેલો પત્ર 11.3 લાખ રૂપિયામાં વેચાયો

Published: Jun 27, 2020, 08:04 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ચિત્રકાર અર્નેસ્ટ હૉવર્ડ શેપાર્ડ દ્વારા લખાયે‍લો અને ‘વિની ધ પૂ’ના ઑટોગ્રાફવાળો ૧૯૩૫ના વર્ષનો પત્ર ૧૫,૫૨૧ ડૉલર એટલે કે લગભગ ૧૧.૩ લાખ રૂપિયાથી વધુના ભાવે વેચાયો છે

વિની ધ પૂએ ફૅનને લખેલો પત્ર
વિની ધ પૂએ ફૅનને લખેલો પત્ર

ચિત્રકાર અર્નેસ્ટ હૉવર્ડ શેપાર્ડ દ્વારા લખાયે‍લો અને ‘વિની ધ પૂ’ના ઑટોગ્રાફવાળો ૧૯૩૫ના વર્ષનો પત્ર ૧૫,૫૨૧ ડૉલર એટલે કે લગભગ ૧૧.૩ લાખ રૂપિયાથી વધુના ભાવે વેચાયો છે, જે ઑક્શનર્સની અપેક્ષા કરતાં ત્રણગણી વધુ રકમ હતી.

આ પત્રમાં એ.એ.ના હેડલાઇન રીંછનું ચિત્ર અને મિલેની બુક સિરીઝ તેમ જ શ્રેષ્ઠ મિત્ર પિગલેટ સામેલ હતાં. પત્રમાં ‘બફકિન્સ’ નામના યુવાન ચાહકની જન્મદિવસની પાર્ટીમાં હાજર નહીં રહી શકાય એ બદલ માફી માગવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે અમને ખૂબ જ દુઃખ છે કે અમે ઘણા દૂર જઈ રહ્યા હોવાથી તમારી પાર્ટીમાં આવી શકીશું નહીં. અમને આમંત્રણ આપવા બદલ આભાર.’

ગયા અઠવાડિયે જ્યારે આ પત્રની બોલી બોલાઈ ત્યારે આ પત્રના ૫૦૦૦ ડૉલર ઊપજવાની આશા હતી, પરંતુ એ ૧૫,૫૨૧ ડૉલરમાં વેચાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK