Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખેલાડીનો ખભો માથા પર વાગતાં છોકરી ગજિની બની ગઈઃ12 કલાકમાં બધું ભૂલી જાય

ખેલાડીનો ખભો માથા પર વાગતાં છોકરી ગજિની બની ગઈઃ12 કલાકમાં બધું ભૂલી જાય

14 May, 2019 01:10 PM IST | અમેરિકા

ખેલાડીનો ખભો માથા પર વાગતાં છોકરી ગજિની બની ગઈઃ12 કલાકમાં બધું ભૂલી જાય

ખેલાડીનો ખભો માથા પર વાગતાં છોકરી ગજિની બની ગઈઃ

ખેલાડીનો ખભો માથા પર વાગતાં છોકરી ગજિની બની ગઈઃ


અમેરિકામાં રહેતી કૅટલિન નામની ૧૬ વર્ષની છોકરી હજી ઑક્ટોબર ૨૦૧૭માં જ જીવી રહી છે. એનું કારણ છે કે તેને એન્ટરોગ્રેટેડ ઍમ્નેશિયા નામની ભૂલવાની બીમારી છે. આ બીમારીનો હજી કોઈ ઇલાજ શોધાયો નથી. જેમ ‘ગજિની’ ફિલ્મના આમિર ખાનને શૉર્ટ ટર્મ મેમરી-લૉસની સમસ્યા હતી એમ કૅટલિનને પણ ટૂંકા ગાળાનો સ્મૃતિભ્રંશ થઈ ગયો છે. ૨૦૧૭માં તે ક્રૉસ કાઉન્ટી રનિંગ રેસની પ્રૅક્ટિસ કરી રહી હતી ત્યારે ભૂલથી તેના સહખેલાડીનો ખભો તેના માથા પર ખૂબ જોરથી વાગ્યો હતો. એ પછી તે બેભાન થઈ ગઈ અને ઊઠી ત્યાર પછી ઘટેલી કોઈ પણ ઘટના તેને ૧૨ કલાકથી વધુ યાદ નથી રહેતી. રોજ સવારે ઊઠે એટલે તેના પેરન્ટ્સે તેને યાદ દેવડાવવું પડે કે આજે કઈ તારીખ, વાર, સાલ અને દિવસ છે.

આ પણ વાંચો : ભારતની પહેલવહેલી ઑલ વુમન કન્સ્ટ્રક્શન કંપની છે કેરળમાં



તેને માટે તો માથામાં ઇન્જરી થયેલી એ દિવસ સુધીની જ યાદો છે. રોજ તેને યાદ અપાવ્યા પછી પણ તે ફરીથી ૧૨ કલાકમાં બધું ભૂલી જાય છે. ડૉક્ટરોને હતું કે આ સમસ્યા બહુ લાંબી નહીં ચાલે, ત્રણેક વીકમાં તે સાજી થઈ જવી જોઈએ. જોકે દોઢ વર્ષ થઈ ગયું હોવા છતાં તેની એ જ હાલત છે. પેરન્ટ્સે ઘરમાં ઠેર-ઠેર તેને ચોક્કસ ચીજો યાદ અપાવવા માટે ચિઠ્ઠી લખીને મૂકી રાખી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 01:10 PM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK