આ ઊલટી-સીધી બસના ફોટોને ફની કૅપ્શન આપનારને આનંદ મહિન્દ્રા આપશે એક ભેટ

Published: 19th September, 2019 09:59 IST

આનંદ મહિન્દ્રાએ લોકોને ક્રીએટિવિટી બહાર લાવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘આ તસવીરને બેસ્ટ કૅપ્શન આપો. જે બેસ્ટ કૅપ્શન હશે તેને મહિન્દ્રાનું ડાઇ-કાસ્ટ મૉડલ આપીશ.

ઊલટી-સીધી બસ
ઊલટી-સીધી બસ

બિઝેનસમૅન આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હોય છે. તાજેતરમાં તેમણે એક બસની તસવીર શૅર કરી છે. જેમાં બસની છત પર પણ પૈડાં છે. ઉપર અને નીચે બન્ને તરફ એકસરખા પૈડાં ધરાવતી આ બસ અપલોડ કરીને આનંદ મહિન્દ્રાએ લોકોને ક્રીએટિવિટી બહાર લાવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘આ તસવીરને બેસ્ટ કૅપ્શન આપો. જે બેસ્ટ કૅપ્શન હશે તેને મહિન્દ્રાનું ડાઇ-કાસ્ટ મૉડલ આપીશ.’

આ પણ વાંચો : આ દાદાની પીવી સિંધુ સાથે જ લગ્ન કરવાની જીદ, નહીં માને તો....

પછી તો પૂછવું જ શું? લોકોની સર્જનાત્મકતા વહેવા લાગી. ટ્રબલ ડેકર, હેડ ઓવર હીલ્સ, ફોર ઑડ-ઈવન દિલ્હી રોડ્સ, હૅન્ગઓવર બસ, વિક્રમ વેતાળ, ચક્કે પે ચક્કા, અપની ગાડી ફ્લિપકાર્ટ, મૈંને દો શબ્દ ક્યા પ્યાર કે બોલ દિયે ઉલટા મેરે સરપે ચઢ ગઈ,... જેવી મજેદાર કૅપ્શન્સ સોશ્યલ મીડિયામાં વહી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK