૩૪,૦૦૦ વર્ષ પૂર્વે હિમ યુગના રુવાંટીવાળા ગેંડાનું શરીર રશિયાના સાઇબિરિયામાં બરફના ગંજાવર ખડકલા નીચેથી મળ્યું છે. એ ગેંડાનું લગભગ આખું શરીર યથાવત્ સ્થિતિમાં મળ્યું હતું. તેના આંતરડાં અને શરીરના કોષો પણ સારી હાલતમાં હતાં. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં સાઇબિરિયાના યાકુતિયા પ્રાંતમાં બરફના થર ઓગાળવાની કાર્યવાહી દરમ્યાન આ હજારો વર્ષ પુરાણા પ્રાણીનો દેહ મળ્યો હતો. હવે એ દેહને લૅબોરેટરીમાં મોકલવા માટે ઉત્તર ધ્રૂવના એ પ્રદેશના રસ્તા પરથી બરફ ઓછો થાય અને વાહનો કે માણસો માટે પસાર થવાલાયક બને એની રાહ જોવાઈ રહી છે. એબિસ્ક જિલ્લાની નદીને કિનારે મળેલું શરીર ચારેક વર્ષની ઉંમરના ગેંડાનું અને એ લગભગ ૨૦,૦૦૦થી ૫૦,૦૦૦ વર્ષ જૂનું હોવાની સંશોધકોની ધારણા છે.
પગે લકવો છતાં હૉન્ગકૉન્ગના ૨૫૦ મીટર ઊંચા ટાવર પર વ્હીલચૅર પર બેસીને ચડ્યો
19th January, 2021 09:19 ISTવિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી
19th January, 2021 09:16 ISTખાવા પણ ગમે અને જોવા પણ ગમે એવા મૅક્રોન્સ બનાવે છે અન્ના ઝિરોવા
19th January, 2021 09:14 ISTલોકોને બદલે માત્ર ધ્વજ
19th January, 2021 09:11 IST