અમેરિકાના ઑનલાઇન ગેમરે ઇંગ્લૅન્ડના ટીનેજરને વાઈના અટૅકમાંથી બચાવ્યો

Published: Jan 16, 2020, 09:57 IST | England

બીજી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડના લિવરપુલમાં રહેતો ૧૭ વર્ષનો એઇડેન જૅક્સન તેના બેડરૂમમાં બેઠો -બેઠો ૫૦૦૦ માઇલ દૂર અમેરિકાના ટેક્સસના ઑનલાઇન ગેમર મિત્ર ૨૦ વર્ષના ડાયા લાથોરા સાથે ચૅટ કરતો હતો.

બીજી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડના લિવરપુલમાં રહેતો ૧૭ વર્ષનો એઇડેન જૅક્સન તેના બેડરૂમમાં બેઠો -બેઠો ૫૦૦૦ માઇલ દૂર અમેરિકાના ટેક્સસના ઑનલાઇન ગેમર મિત્ર ૨૦ વર્ષના ડાયા લાથોરા સાથે ચૅટ કરતો હતો. એ વખતે અચાનક જૅક્સનને એપીલેપ્સીનો અટૅક આવ્યો હતો. લાથોરાને ચૅટ દરમ્યાન એ બાબત જણાતાં તેણે તાત્કાલિક ઇંગ્લૅન્ડની પોલીસને જાણ કરી હતી. દીકરાને વાઈને કારણે ખેંચ આવતી હોવાનું તેનાં માતા-પિતા પણ જાણતાં નહોતાં, પરંતુ જૅક્સને આપેલી માહિતીના આધારે પોલીસ તથા ઍમ્બ્યુલન્સ ઘરના દરવાજે પહોંચી ત્યારે તેમને હકીકતની જાણ થઈ હતી. એ વખતે પિતા સ્ટીવ જૅક્સન દોડીને ઉપરના માળે ગયા અને દીકરાને મુશ્કેલ સ્થિતિમાં જોયો હતો.

આ પણ વાંચો : નૉન-સ્ટૉપ 1200ની સ્ટ્રાઇક કરીને રેકૉર્ડ બનાવ્યો પાંચ વર્ષના આ બાળકે

૪૮ વર્ષના સ્ટીવ જૅક્સને જણાવ્યું કે ‘અમે ઘરમાં બેઠાં-બેઠાં ટીવી જોતા હતા. એઇડેન ઉપરની રૂમમાં બેઠો હતો. ત્યાર પછી અમે પોલીસનાં બે વાહનો અમારા ઘરના આંગણે જોયાં. અમને લાગ્યું કે પોલીસ જવાનો અન્ય કોઈક કારણસર અમારા વિસ્તારમાં આવ્યા હશે, પરંતુ એ લોકો સીધા અમારા દરવાજે આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે આ સરનામે કોઈ છોકરો બેભાન જેવી સ્થિતિમાં છે. મેં કહ્યું કે અમે કોઈને ફોન કર્યો નથી. પોલીસે કહ્યું કે ફોન અમેરિકાથી આવ્યો હતો. હું તરત ઉપર ગયો અને એઇડેન અસ્થિર હાલતમાં દેખાયો. એઇડેનને છેલ્લે ૨૦૧૯ના મે મહિનામાં વાઈનો હુમલો આવ્યો હતો. અમે મુશ્કેલીના સમયમાં મદદ બદલ ડાયા લાથોરાના આભારી છીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK