લંડનના ઇન્ટરનૅશનલ ટૅટૂ-આર્ટિસ્ટોના મેળાવડામાં ઊમટ્યા છે ટૅટૂ માટે પાગલપંતી ધરાવતા ચાહકો

Published: Sep 29, 2019, 08:31 IST | લંડન

સાઉથ કોરિયા, જર્મની, ફ્રાન્સ અને સ્પેનમાંથી ખાસ ૪૦૦ મોસ્ટ-ફેમસ ટૅટૂ-આર્ટિસ્ટો અહીં આવ્યા છે અને વિઝિટર્સ પણ તેમની કળાનો લાભ લેવા આવી પહોંચ્યા છે.

આ લોકો છે ટેટૂના દિવાના
આ લોકો છે ટેટૂના દિવાના

સાઇકોલૉજિસ્ટો કહે છે કે સિગારેટ અને તમાકુ જેવું જ ઍડિક્શન ટૅટૂનું પણ થઈ શકે છે. બે-ચાર વાર ટૅટૂ ચિતરાવનારા લોકોને એમાં જબરી મજા આવવા લાગે છે અને તેઓ પોતાના શરીરને જ કૅન્વસ બનાવી દે છે. આવા જ ટૅટૂ-ક્રેઝી લોકોને જલસો પડી જાય એવો મેળાવડો હાલમાં લંડનમાં મળ્યો છે. લંડનના વૅપિંગ ડિસ્ટ્રિક્ટમાં આવેલા ટોબૅકો ડૉકમાં ઇન્ટરનૅશનલ લંડન ટૅટૂ કન્વેન્શન શરૂ થયું છે જ્યાં દુનિયાભરના નિષ્ણાત ટૅટૂ-આર્ટિસ્ટો ભેગા થયા છે. સ્વાભાવિકપણે એક્સપર્ટ્સ પાસે શરીર ચિતરાવવા માટે ટૅટૂ-ચાહકો પણ ઊમટી પડ્યા છે.

tattoo

 સાઉથ કોરિયા, જર્મની, ફ્રાન્સ અને સ્પેનમાંથી ખાસ ૪૦૦ મોસ્ટ-ફેમસ ટૅટૂ-આર્ટિસ્ટો અહીં આવ્યા છે અને વિઝિટર્સ પણ તેમની કળાનો લાભ લેવા આવી પહોંચ્યા છે. ત્રણ દિવસના આ મેળાવડામાં હજારોની સંખ્યામાં ટૅટૂરસિકો બૉડી પેઇન્ટિંગ અને પિઅર્સિંગ કરાવી રહ્યા છે. એમાં કેટલાક ટૅટૂ-ક્રેઝીઓ તો એવા જોવા મળ્યા છે જેમના શરીર પર હવે ક્યાં ટૅટૂ ચિરાવવું એની જગ્યા શોધવી પડે. આ સાથે આવા નબીરાઓની તસવીરો મૂકી છે. આમાંથી કેટલાક લોકો તો રાતે અંધારામાં મળી જાય તો ખરેખર છળી મરાય એવો લુક ધરાવે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK