Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈએ ગૂગલ-મૅપ વિરુદ્ધ ફરિયાદ કરી, જાણો કેમ

આ ભાઈએ ગૂગલ-મૅપ વિરુદ્ધ ફરિયાદ કરી, જાણો કેમ

27 May, 2020 08:02 AM IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ભાઈએ ગૂગલ-મૅપ વિરુદ્ધ ફરિયાદ કરી, જાણો કેમ

આ ભાઈએ ગૂગલ-મૅપ વિરુદ્ધ ફરિયાદ કરી

આ ભાઈએ ગૂગલ-મૅપ વિરુદ્ધ ફરિયાદ કરી


તામિલનાડુના માઇલાદુતુરાઈ જિલ્લાના રહેવાસી ૪૯ વર્ષના આર. ચંદ્રશેખરે ગૂગલ-મૅપ વિરુદ્ધ દાંપત્ય જીવન બરબાદ કરવાનો આરોપ મૂકતાં પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગૂગલ કંપનીને અદાલતમાં ખેંચી જવાની તૈયારી પણ કરી છે. ગૂગલ-મૅપના ‘યૉર ટાઇમ લાઇન’ ફીચરને કારણે ચંદ્રશેખરને તેની પત્નીએ ક્યાં-ક્યાં ગયા હતા? એ સવાલો પૂછવા માંડ્યા હતા. પત્નીની ક્યાં ગયા હતા એ પૂછપરછ કરવાની આદત તો હતી, પરંતુ ગૂગલ-મૅપ નામના ઍપમાં જ્યાં ન ગયા હોય એવી જગ્યાઓનાં નામ પણ યૉર ટાઇમ લાઇન પર દેખાતાં ચંદ્રશેખર માટે જવાબ આપવાનું અઘરું થઈ ગયું હતું. એને કારણે ઘરમાં ઝઘડા વધી ગયા હતા. ખાસ કરીને છેલ્લા કેટલાક મહિનાથી ‘તમે ક્યાં ગયા હતા અને તમે આ જગ્યાએ શા માટે ગયા હતા?’ એ સવાલના સંતોષકારક જવાબ ન મળે તો પત્ની ચંદ્રશેખરને રાતે ઊંઘવા દેતી નહોતી. ચંદ્રશેખરે કહ્યું હતું કે મારી પત્ની સતત એ બાબતના વિચારો કર્યા કરતી હતી અને ચિંતા-વ્યથામાં રહેતી હતી. તેની માનસિક તાણની અસર પરિવારમાં અન્યો પર પણ થતી રહે છે. દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરવા બદલ ચંદ્રશેખર ગૂગલ પાસે વળતર પણ માગે છે, કારણ કે ચંદ્રશેખરની પત્ની પતિ કરતાં વધારે વિશ્વાસપાત્ર ગૂગલને માને છે. ચંદ્રશેખર જવાબ ન આપી શકે ત્યારે એ વીફરે છે અને કુટુંબ, સગાં, પાડોશી, માનસશાસ્ત્રીઓ વગેરે કોઈ પણ સમજાવે તોય માનતી નથી. પોલીસ કહે છે કે અમે પહેલાં પતિ-પત્નીને સાથે બોલાવીને તેમને સમજાવીશું અને એ રીતે કામ ન થાય તો આગળ કેવાં પગલાં લેવાં એ વિચારીશું.   


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2020 08:02 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK