બોલો, લગ્નની ગિફ્ટમાં મળ્યો કાંદાનો બુકે

Published: 26th October, 2020 08:07 IST | Gujarati Mid-day Correspondent | Tamil Nadu

તામિલનાડુમાં હાલમાં જ લગ્નગ્રંથિથી જોડાયેલાં શીબા સુવિથા અને સેન્થીલ કુમારને તેમનાં લગ્નની ભેટ તરીકે તેમના મિત્રોએ કાંદાનો બુકે આપ્યો હતો

તામિલનાડુ કપલને લગ્ન ગિફ્ટમાં મળ્યા કાંદા
તામિલનાડુ કપલને લગ્ન ગિફ્ટમાં મળ્યા કાંદા

લગ્ન એ જીવનમાં બનતો એક એવો પ્રસંગ છે જેની ખટમીઠી યાદો જીવનના દરેક તબક્કાને ખુશીથી ભરી દે છે. લગ્નપ્રસંગે મિત્રો અને સ્નેહીઓ પાસેથી મળેલી ભેટનું પણ આગવું સ્થાન હોય છે. જેટલી વાર એનો ઉપયોગ કરીએ એટલી વાર એ આપનાર વ્યક્તિ સાથેની યાદ મનને પ્રફુલ્લિત કરે છે.

તામિલનાડુમાં હાલમાં જ લગ્નગ્રંથિથી જોડાયેલાં શીબા સુવિથા અને સેન્થીલ કુમારને તેમનાં લગ્નની ભેટ તરીકે તેમના મિત્રોએ કાંદાનો બુકે આપ્યો હતો.

વરસાદને લીધે કાંદાના પાકને નુકસાન પહોંચતાં ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લોકોમાં કાંદા ચર્ચાનો વિષય બન્યા છે. એક તબક્કે કાંદાના ભાવ કિલોના ૧૨૫ રૂપિયા પર પહોંચતાં શીનાના મિત્રોએ ત્રણ કિલો કાંદા ખરીદીને એનો બુકે બનાવીને ભેટ કર્યો હતો. પહેલાં ફૂલનો જણાતો કાંદાનો બુકે જોઈને પહેલાં તો વર-વધૂ સહિત તેમના પરિવારજનો પણ ચકિત થઈ ગયાં હતા, જોકે પછીથી તેઓ પોતાનું હસવું ખાળી શક્યા નહોતા. તેમનું કહેવું હતું કે આજની તારીખે આ સૌથી યોગ્ય ભેટ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK