Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ખિસકોલીએ કારના બોનેટમાં 200 અખરોટ ને સૂકાં તણખલાં ભરી નાખ્યા

ખિસકોલીએ કારના બોનેટમાં 200 અખરોટ ને સૂકાં તણખલાં ભરી નાખ્યા

12 October, 2019 10:11 AM IST | ઇંગ્લૅન્ડ

ખિસકોલીએ કારના બોનેટમાં 200 અખરોટ ને સૂકાં તણખલાં ભરી નાખ્યા

ખિસકોલીએ કારના બોનેટમાં 200 અખરોટ ભરી નાખ્યા

ખિસકોલીએ કારના બોનેટમાં 200 અખરોટ ભરી નાખ્યા


ઇંગ્લૅન્ડના પિટ્સબર્ગમાં રહેતી હોલી પેર્સિક નામની મહિલા કાર ચલાવી રહી હતી ત્યારે અચાનક કારમાંથી કંઈક બળતું હોવાની વાત આવી અને સાથે વિચિત્ર ઘોંઘાટ પણ આવવા લાગ્યો. એક મહિનાથી તેની કાર શેડમાં જ પડી હતી એટલે તેને લાગ્યું કે અંદર કંઈક ગરબડ થઈ હશે. બીજી તરફ કાર ક્યાંક આગ ન પકડી લે એ વિચારે તરત જ તેણે કાર થોભાવી અને કારને ઠંડી પડવા દીધી. એ પછી પણ બોનેટમાંથી આવતો અવાજ ન ઘટતાં તેણે હૂડ ખોલ્યું ને જોયું તો ‌એક ખિસકોલી એમાં હતી અને એની આસપાસ લગભગ ૨૦૦ જેટલાં અખરોટ અને ખૂબબધું ઘાસફૂસ ભરેલું હતું. એન્જિનની ગરમીને કારણે વૉલનટ્સ શેકાઈને કાળાં પડવાં લાગ્યાં હતાં.

આ પણ વાંચો : કર્ણાટકમાં જોવા મળી સાત મોંવાળા સાપની કાંચળી



જેમ-જેમ એ શેકાયેલી અખરોટના ટુકડા તેણે કાઢવા માંડ્યા એમ વધુ ને વધુ ટુકડાઓ મળવા પણ લાગ્યા. લગભગ ૨૦૦ જેટલી અખરોટ અને ઘાસફુસ અંદરથી કાઢ્યું અને એન્જિન તેમ જ આસપાસની જગ્યાની તેણે સફાઈ કરવી પડી. વાત એમ હતી કે એક મહિનો કાર જ્યાં પડી રહી હતી ત્યાં અખરોટનું ઝાડ હતું અને એની આસપાસ અઢળક ખિસકોલીઓ પણ દોડાદોડ કરતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 10:11 AM IST | ઇંગ્લૅન્ડ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK