ટમેટાંફેંક ઉત્સવમાં નીકળ્યો હજારો કિલો ટમેટાંનો કચ્ચરઘાણ

Published: Aug 29, 2019, 10:46 IST | સ્પેન

સ્પેનમાં યોજાતા ટોમાટિના ફેસ્ટિવલની હવે તો અનેક જગ્યાએ નકલ થવા લાગી છે, પરંતુ ખરો ઉત્સવ વેલૅન્સિયાના નાનકડા બ્યુનોલ નામના ગામમાં જ થાય છે.

ટોમાટિના ફેસ્ટિવલ
ટોમાટિના ફેસ્ટિવલ

સ્પેનમાં યોજાતા ટોમાટિના ફેસ્ટિવલની હવે તો અનેક જગ્યાએ નકલ થવા લાગી છે, પરંતુ ખરો ઉત્સવ વેલૅન્સિયાના નાનકડા બ્યુનોલ નામના ગામમાં જ થાય છે. લગભગ ૯૦૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં ટોમાટિના ફેસ્ટિવલ માટે વસ્તી કરતાં ત્રણ ગણા ટૂરિસ્ટો આવી પહોંચે છે અને ગામની શેરીઓ ટમેટાંથી લથબથ થઈ જાય છે.

tamotina

૧૯૪૦ની સાલથી આ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે. આમ તો અનાયાસે બે જણના ઝઘડામાંથી આ ટમેટાંફેંકની શરૂઆત થયેલી, પરંતુ એ ટમેટાંફેંક ઝઘડો એ હદે વધી ગયો કે એમાં બેમાંથી ક્યારે બસો જણા જોડાઈ ગયા એની ખબર પણ ન પડી. ત્યારથી દર ઑગસ્ટ મહિનાના છેલ્લા બુધવારે લોકો ગ્રાઉન્ડમાં ભેગા થાય છે, હજારો કિલો ટમેટાંની ટ્રકો ખડકવામાં આવે છે અને લોકો એ ટમેટાંની લાલ નદીઓમાં નખશિખ નાહીને મજા લે છે.

આ પણ વાંચો : પેરુમાં બલિ ચડાવાયેલા 227 બાળકોનાં અવશેષો મળ્યાં

ગઈ કાલે પણ આ ફેસ્ટિવલ ઊજવાયો જેમાં લગભગ વીસ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK