પેઇન્ટિંગને ગેરકાનૂની ધોરણે વેચતાં સરકારે વેચનારને કર્યો 410 કરોડનો દંડ

Published: Jan 18, 2020, 09:31 IST | Spain

સ્પેનની મૅડ્રિડ હાઈ કોર્ટે કરોડપતિ બિઝનેસમૅનને ૨૦૫ કરોડ રૂપિયાની કિંમતનું એક દુર્લભ પેઇન્ટિંગ ગેરકાયદે રીતે દેશની બહાર લઈ જવાનો આરોપી જાહેર કરીને તેને ૧૮ મહિનાની જેલની સજા તથા ૪૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પેઇન્ટિંગ
પેઇન્ટિંગ

સ્પેનની મૅડ્રિડ હાઈ કોર્ટે કરોડપતિ બિઝનેસમૅનને ૨૦૫ કરોડ રૂપિયાની કિંમતનું એક દુર્લભ પેઇન્ટિંગ ગેરકાયદે રીતે દેશની બહાર લઈ જવાનો આરોપી જાહેર કરીને તેને ૧૮ મહિનાની જેલની સજા તથા ૪૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઑફિસર્સે જણાવ્યા મુજબ સ્મગલ કરવામાં આવી રહેલું પેઇન્ટિંગ પાબ્લો પિકાસોનું હતું, જેને સ્પેનની સરકારે રાષ્ટ્રીય ધરોહર જાહેર કરી છે. સ્પેનના કાયદા મુજબ ૧૦૦ વર્ષ કરતાં જૂની કોઈ પણ વસ્તુ રાષ્ટ્રીય ધરોહર બની જાય છે અને એને વિદેશમાં વેચતાં પહેલાં સરકારની તેમ જ એ વસ્તુના માલિકની પરવાનગી લેવી પડે છે.

આ પણ વાંચો : હેલ્મેટ ન પહેરનારા 150 બાઇકરોને 100 શબ્દોનો નિબંધ લખવાની સજા

૮૩ વર્ષના જૅમી બોટીને આવી કોઈ પરવાનગી મેળવી નહોતી. તેમના પર ૧૯૭૭માં ખરીદેલું આ પેઇન્ટિંગ લંડનના એક ઑક્શન-હાઉસને વેચવાનો આરોપ છે. સ્પેનના અધિકારીઓએ પેઇન્ટિંગ વેચવાની વાતની જાણકારી મળતાં જ ફ્રાન્સના કૉર્સિકા આઇલૅન્ડ પરની બોટીનની યૉટ પરથી ૨૦૧૫માં એને કબજામાં લીધું હતું. ત્યારથી બોટીન પર કેસ ચાલી રહ્યો હતો. હાલમાં આ પેઇન્ટિંગને મૅડ્રિડના રૈના સોફિયા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. જોકે બોટીનના વકીલનું કહેવું છે કે તેમણે પેઇન્ટિંગ સ્પેનથી નહીં, સ્વિટ્ઝરલૅન્ડથી ખરીદી હોવાથી એ સ્મગલિંગનો કેસ બનતો નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK