Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભાઈએ જૂનું ફ્રીજ ખીણમાં ફેંકી દીધું તો પોલીસે ફરીથી તેને બહાર કઢાવ્યું

ભાઈએ જૂનું ફ્રીજ ખીણમાં ફેંકી દીધું તો પોલીસે ફરીથી તેને બહાર કઢાવ્યું

08 August, 2019 09:42 AM IST | સ્પેન

ભાઈએ જૂનું ફ્રીજ ખીણમાં ફેંકી દીધું તો પોલીસે ફરીથી તેને બહાર કઢાવ્યું

ભાઈએ જૂનું ફ્રીજ ખીણમાં ફેંકી દીધું

ભાઈએ જૂનું ફ્રીજ ખીણમાં ફેંકી દીધું


આપણે ત્યાં રસ્તા પર ક્યાંક પણ તમે કંઈ પણ ફેંકી દઈ શકો છો, પરંતુ સ્પેનમાં આવું કંઈક કરતાં પહેલાં બે ઘડી વિચાર કરજો. થોડા સમય પહેલાં સ્પેનમાં એક ભાઈએ પોતાના ઘરના જૂના ફ્રીજથી છુટકારો મેળવવા માટે એને ખીણમાં નાખી દીધું. જોકે એની સાથે તે ખીણવાળા રસ્તાની કિનારીએથી ‌ફ્રીજ ફેંકી રહ્યો છે એવો વિડિયો પણ દોસ્તની મદદથી લીધો. એમાં તે બોલતો હોય એવું સંભળાય છે કે, ‘ચાલો જોઈએ ફ્રીજ કેટલા ગોઠમડાં ખાઈને નીચે પડે છે.’

આ પણ વાંચો : પાયલટ ન બની શકાયું તો નૅનો કારને જ હેલિકૉપ્ટર બનાવી દીધી



કામ પતાવીને સોશ્યલ મીડિયા પર આ વિડિયો શેર કરીને ભાઈસાહેબ તો ઘરે આવી ગયા, પણ આ વિડિયો પર સ્પેનના ગુઅર્ડિયા શહેરની સિવિલ પોલીસની નજર ગઈ. પોલીસે આ ભાઈનું પગેરું શોધી કાઢ્યું. તેને પકડીને ફરી એ જ સાઇટ પર લઈ ગયા જ્યાં તેણે ફ્રીજ ફેંક્યું હતું. એ પછી તેને પોતાના ખર્ચે ખીણમાંથી ફ્રીજનો કાટમાળ બહાર કાઢવાની ફરજ પાડવામાં આવી અને એનો વિડિયો પોલીસે ઉતાર્યો. વાત આટલેથી અટકતી નથી, આ કામ માટે તેની પર કોર્ટમાં ખટલો પણ ચાલશે એવું કહેવાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 09:42 AM IST | સ્પેન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK