ઉત્સવો સમૂહજીવનનો અને સમાજનો આત્મા છે એ બાબત વિશ્વના દરેક દેશ, પ્રદેશ, અને સંસ્કૃતિઓમાં છતી થાય છે. ભારતમાં હોળી-ધુળેટી અને રાધાજીના બરસાના ગામની લટ્ઠમાર હોળી અને દક્ષિણ ભારતના જલીકટ્ટુ સહિત તહેવારો સાર્વજનિક રીતે ઊજવાય છે. ક્યાંકનો પથ્થરમાર તહેવાર - સ્ટોન ફેસ્ટિવલ જાણીતો છે અને સ્પેનમાં રસ્તા પર ટમેટાં ફેંકવાનો ઉત્સવ જાણીતો છે. એવી રીતે સાઉથ કોરિયામાં કાદવ ફેંકવાનો અને કાદવમાં આળોટવાનો તહેવાર પરંપરાગત રીતે ઊજવાય છે. જોકે આ વખતે કોરોનાના લૉકડાઉનને કારણે બહુ લોકપ્રિય મડ ફેસ્ટિવલના આયોજન પર પાણી ફરી વળ્યું છે. અલબત્ત, એને સાવ કૅન્સલ કરવાને બદલે સાઉથ કોરિયામાં એની ઑનલાઇન ઉજવણી થઈ હતી.
આ પણ વાંચો : શ્વાનને ખોબલે-ખોબલે પાણી પીવડાવતા આ વૃદ્ધના વિડિયોએ તો દિલ જીતી લીધું
સાઉથ કોરિયાની રાજધાની સૉલથી ૧૩૦ કિલોમીટર દૂર બોર્યોંગમાં ઊજવાતો મડ ફેસ્ટિવલ પર્યટકો માટે મોટું આકર્ષણ બને છે. કાદવમાં લપસવું, કાદવમાં કુસ્તી કરવી અને એકબીજા પર કાદવ ફેંકવાની મોજ જોવા સાઉથ કોરિયા તથા અન્ય દેશોના પર્યટકો આવે છે. જોકે આ વખતે હજારો રહેવાસીઓએ પોતાના ઘરના બગીચામાં, આંગણામાં કે બાથટબમાં કાદવમાં રગદોળાઈને આ તહેવારની ઉજવણીની તસવીરો અને વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર અપલોડ કરીને કે ઑનલાઇન પ્રસારણ કરીને આ તહેવાર ઊજવ્યો હતો. આ તહેવારની લાઇવ ઇવેન્ટનું યુટ્યુબ પર પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
બોલો, યુટ્યુબરના વિવાદાસ્પદ રિવ્યુએ દક્ષિણ કોરિયાની રેસ્ટોરાંને તાળું લગાવ્યું
23rd December, 2020 09:12 ISTડિસ્પોઝેબલ ફેસ માસ્કમાંથી ટિપોઈ બનાવે છે આ ભાઈ
11th December, 2020 09:18 ISTદક્ષિણ કોરિયાની આ વાનગી લિટરલી સાર્વજનિક શૌચાલય જેવી ગંધાય છે
20th September, 2020 07:42 ISTબે લાખ રૂપિયા વૉશિંગ મશીનમાં ધોયા, સૂકવવા અવનમાં મૂકતાં બળી ગઈ
5th August, 2020 07:14 IST