Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માણસની અસલી કરોડરજ્જુ અને મગરની જીભમાંથી હૅન્ડબૅગ બનાવી

માણસની અસલી કરોડરજ્જુ અને મગરની જીભમાંથી હૅન્ડબૅગ બનાવી

22 April, 2020 07:36 AM IST | Indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માણસની અસલી કરોડરજ્જુ અને મગરની જીભમાંથી હૅન્ડબૅગ બનાવી

કરોડરજ્જુ અને મગરની જીભમાંથી હૅન્ડબૅગ બનાવી

કરોડરજ્જુ અને મગરની જીભમાંથી હૅન્ડબૅગ બનાવી


ઇન્સ્ટાગ્રામ પર રિચ કિડને નામે અકાઉન્ટ ધરાવતો ઇન્ડોનેશિયાનો ફૅશન-ડિઝાઇનર આર્નોલ્ડ પુત્રા મગરની જીભ અને યોગ્ય પ્રક્રિયાને અનુસરીને પ્રાપ્ત કરેલી માણસની કરોડરજ્જુ વડે બનાવેલી હૅન્ડબૅગને કારણે વિવાદમાં સપડાયો છે. આર્નોલ્ડે ૨૦૧૬માં આ ફૅશન-ઍક્સેસરી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પ્રદર્શિત કરી હતી, પરંતુ એ વખતમાં એની એ પોસ્ટ પર ખાસ કોઈનું ધ્યાન ગયું નહોતું, પણ થોડા દિવસ પહેલાં એ બાબતે ટ્વિટર પર લખાયેલી ટિપ્પણી વાઇરલ થઈ હતી. એ ટિપ્પણી વાંચીને હજારો લોકો ચાર વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર આર્નોલ્ડની ઉક્ત ઍક્સેસરીઝ વિશેની પોસ્ટ તરફ વળ્યા હતા. એ પોસ્ટમાં હૅન્ડબૅગની તસવીરોની નીચે સ્પષ્ટ લખ્યું હતું કે ‘મેં બનાવેલી મગરની જીભ અને માણસના ઑસ્ટિયોપોરોસિસ સ્પાઇનની બૅગ’ લોકોએ સવાલનો વરસાદ વરસાવ્યો. એ બાસ્કેટ જેવી બૅગની કિંમત ૫૦૦૦ ડૉલર (અંદાજે ૩,૬૦ લાખ રૂપિયા) નોંધવામાં આવી છે. @byarnoldpultra નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે હૅન્ડબૅગ બનાવવામાં ઑસ્ટિયોપોરોસિસની બીમારી ધરાવતા બાળકની કરોડરજ્જુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોએ કમેન્ટ્સમાં નીતિમત્તાના પ્રશ્નો ઊભા કર્યા છે. કેટલાક લોકોએ એને ફૅશનના કન્સેપ્ટની દૃષ્ટિએ ગુનો ગણ્યો છે, કોઈકે બાળકના મોત પ્રત્યે સંવેદનહીનતા, કેટલાકોએ મગરની પ્રજાતિના અપમાન, કેટલાકોએ પર્યાવરણ અને કુદરત પ્રત્યે લાગણીના પ્રશ્નો ઊભા કર્યા છે. કેટલાક લોકોએ એને ફૅશન કે કલા ગણવાનો ઇનકાર કરી દીધો છે. ઑસ્ટિયોયોપોરોસિસના નિષ્ણાત એવા બે ડૉક્ટરોને પૂછતાં તેમણે એ હૅન્ડબૅગ બનાવવામાં માણસની કરોડરજ્જુનો વપરાશ થયો હોવા વિશે સંમતિ દર્શાવી હતી, પરંતુ એ બાળકની કરોડરજ્જુ હશે કે નહીં એ બાબત અસ્પષ્ટ હોવાનું જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2020 07:36 AM IST | Indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK