Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૦ કિલો ઊનવાળા જંગલમાં ભટકતા આ ઘેટાનું ફેસબુક-પેજ પણ છે

૨૦ કિલો ઊનવાળા જંગલમાં ભટકતા આ ઘેટાનું ફેસબુક-પેજ પણ છે

17 November, 2019 08:34 AM IST | Mumbai

૨૦ કિલો ઊનવાળા જંગલમાં ભટકતા આ ઘેટાનું ફેસબુક-પેજ પણ છે

મળો ભાગેડુ ઘેટાંને

મળો ભાગેડુ ઘેટાંને


છેલ્લાં પાંચ વર્ષથી જંગલમાં રહેતું ભાગેડુ ઘેટું એના શરીર પર ૪ એલબી (અંદાજે ૨૦ કિલો) વાસ મારતું ઊન લઈને ફરે છે જે જંગલમાંનાં વરુ અને અન્ય જંગલી જાનવરોથી એનું રક્ષણ કરે છે. આ ઘેટું ઘણી વાર થુરુંગિયાના સેન્ટ્રલ જર્મન રાજ્યમાં સ્થિત જોનાસ વૅલીના જંગલમાં દેખાતું હોય છે. ઘણી વાર કાર-ડ્રાઇવરોને આ ઘેટું દેખા દે છે, પણ પછી તરત જ જંગલમાં પલાયન થઈ જાય છે.
આ ઘેટાએ એટલી સનસનાટી સર્જી છે કે એનું ફેસબુક પર પેજ છે. જંગલમાં જ ખોરાક મળી રહેતાં આ ઘેટું એણે પસંદ કરેલા ઘરમાં આરામ ફરમાવતું હોય છે. એના શરીર પરના લગભગ ૨૦ કિલો વજનના ઊન અને એની વાસથી જ જંગલી જાનવરો એનો શિકાર કરવાથી દૂર રહેતાં હશે. એક સ્થાનિક ભરવાડના મતે આ ઘેટા પરનું ઊન ઉતારી લેવું જોઈએ. ઊન પાણી શોષી લેતું હોવાથી ઘેટું માંદું પડી શકે છે. આ ઊન જંગલમાં ઝાડીઝાંખરામાં ફસાઈને ઘેટાના મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ ભાગેડુ ઘેટાને પ્રથમ વાર જોનારા ક્રિસ્ટિન બાયરે એનું ફેસબુક-પેજ બનાવી એના શરીર પરના ઊનનાં ગૂંચળાંઓને જોઈ તેને મૅગી નામ આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 08:34 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK