કાનપુરનો 7 વર્ષનો આ ટાબરિયો સ્પાઇડરમૅનનો અવતાર છે

Published: Sep 09, 2020, 07:08 IST | Gujarati Mid-day Correspondent | Kanpur

બાળકોને કૉમિક બુક અને સિરીઝના પાત્રો કે સુપરહીરો બહુ ગમતા હોય એ તો સ્વાભાવિક છે. કાનપુરના સાત વર્ષના યશરથ સિંહ ગૌરને પણ સુપરહીરો તરીકે સ્પાઇડરમૅન બહુ જ પસંદ છે.

આ ટાબરિયો સ્પાઇડરમૅનનો અવતાર છે
આ ટાબરિયો સ્પાઇડરમૅનનો અવતાર છે

બાળકોને કૉમિક બુક અને સિરીઝના પાત્રો કે સુપરહીરો બહુ ગમતા હોય એ તો સ્વાભાવિક છે. કાનપુરના સાત વર્ષના યશરથ સિંહ ગૌરને પણ સુપરહીરો તરીકે સ્પાઇડરમૅન બહુ જ પસંદ છે. જોકે યશરથની વાત બીજા બાળકોથી જુદી એટલા માટે છે કે તે માત્ર સ્પાઇડરમૅનના રમકડા એકઠા કરવા કે એની ફિલ્મો જોવા સુધી જ નહીં, જાતે પણ સ્પાઇડરમૅનની જેમ દીવાલો ચડવાનું પૅશન ધરાવે છે. હાલમાં ત્રીજા ધોરણમાં ભણતો યશરથ ઘરની દીવાલો કોઈ જ સપોર્ટ વિના ચડી જાય છે અને આ કળા તેણે જાતે જ પડી-આખડીને શીખી છે. સ્પાઇડરમૅનની મુવી જોઈને તેના જેવું કરવાની તેને ઇચ્છા થયેલી. પહેલાં તેણે જાતે-જાતે જ પ્રયત્ન કર્યો. અનેક વાર પડ્યો પણ પછી તેને એમાં ફાવટ આવવા લાગી. અત્યાર સુધીના અખતરા તેણે એકલાએ જ કરેલા અને જ્યારે તેને દીવાલ ચડતાં ફાવી ગયું ત્યારે તેણે પોતાના ભાઈને પોતાનું કરતબ બતાવ્યું અને પછી તો વાત બધે જ ફેલાઈ ગઈ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK