Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોઈકે આ ભાઈની જીવતેજીવ કબર બનાવી દીધી

કોઈકે આ ભાઈની જીવતેજીવ કબર બનાવી દીધી

25 January, 2020 07:48 AM IST | Scotland

કોઈકે આ ભાઈની જીવતેજીવ કબર બનાવી દીધી

આ ભાઈની જીવતેજીવ કબર બનાવી દીધી

આ ભાઈની જીવતેજીવ કબર બનાવી દીધી


સ્કૉટલૅન્ડના ફોરફરમાં રહેતા ૭૫ વર્ષના અલાન હાટેલની સોશ્યલ લાઇફ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તદ્દન શુષ્ક હતી. ન કોઈ ફોન કૉલ કે ન કોઈ મળવા આવે. જોકે આની પાછળનું કારણ તેને ત્યારે સમજાયું જ્યારે તેણે ફોરફરના ન્યુમોન્ટહિલ કબ્રસ્તાનમાં પોતાની કબર જોઈ. જેને સમજાયું કે લોકો તેને મૃત માની રહ્યા હતા. હવે તે લોકોને જણાવવા માગે છે કે તે જીવતો છે.

તેણે પોતાની કબર પાસે ઊભા રહીને ફોટો પડાવીને જાહેર કર્યું છે કે તે જીવિત છે અને તેની કબર ચણવાનું કામ તેની જાણ બહાર થયું છે. તેને શંકા છે કે આ કામ તેની ભૂતપૂર્વ પત્નીનું છે. જોકે તેને આ વાતની ખાતરી નથી.

આ પણ વાંચો : નીડલ ફિશ ગળામાં આરપાર જતી રહી, માછલી સાથે કિશોર હૉસ્પિટલ પહોંચ્યો



૭૫ વર્ષ વેલ્ડર તરીકે કામ કરી નિવૃત્ત થયેલા અલાન હાટેલ અને તેની પત્ની ૨૬ વર્ષ પહેલાં કોઈ પણ જાતની કડવાશ વિના છૂટાં પડી ગયાં છે, પણ કબર જોયા બાદ તેનું માનવું છે કે તેની પત્નીએ આ પ્લૉટ ખરીદીને બન્નેને એમાં એકસાથે દફન કરાય એવી ઇચ્છાથી આ કૃત્ય કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 07:48 AM IST | Scotland

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK