કેન્યાની મહિલાએ પતિને 1220 રૂપિયામાં વેચીને છોકરાંઓને કપડાં અપાવ્યાં

Published: Jan 09, 2020, 09:50 IST | Kenya

પત્નીએ પતિને તેની ગર્લફ્રેન્ડને ૧૭ ડૉલર એટલે કે અંદાજે ૧૨૨૦ રૂપિયામાં વેચીને એ રકમમાંથી બાળકોને કપડાં અપાવ્યાં હોવાના સમાચાર દુનિયાના અનેક દેશોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

કેન્યાની મહિલાએ પતિને 1220 રૂપિયામાં વેચ્યો
કેન્યાની મહિલાએ પતિને 1220 રૂપિયામાં વેચ્યો

પત્નીએ પતિને તેની ગર્લફ્રેન્ડને ૧૭ ડૉલર એટલે કે અંદાજે ૧૨૨૦ રૂપિયામાં વેચીને એ રકમમાંથી બાળકોને કપડાં અપાવ્યાં હોવાના સમાચાર દુનિયાના અનેક દેશોમાં ચર્ચાનો વિષય બન્યા છે. કેન્યાની રહેવાસી મહિલાને તેનો પતિ અન્ય કોઈ સ્ત્રી જોડે આડો સંબંધ રાખતો હોવાની ખબર મળી એટલે તેણે બન્નેને બેડરૂમમાં કઢંગી અવસ્થામાં પકડીને આ સોદો કર્યો હતો.

આ પણ વાંચો : પાળેલી બિલાડીને બચાવવા દાદીએ પૌત્રને દોરડાથી બાંધીને પાંચમા માળની બાલ્કનીમાં ઉતાર્યો

ઍડના મુકવાનાએ પતિને એક અઠવાડિયા માટે ઘરમાંથી કાઢી મૂક્યો અને કહ્યું કે ‘જા તારી પેલી સગલી પાસેથી બે હજાર કેન્યન શિલિંગ (અંદાજે ૧૪૩૫ રૂપિયા) લઈને મને આપી જા અને પછી ત્યાં જતો રહેજે,’ પરંતુ તેને પતિની પ્રેમિકાએ ‘બે હજાર શિલિંગમાં તારો પતિ મને આપી દે’ એવી ઑફર કરતાં ઍડના મુકવાનાને લાગ્યું કે આ ઑફર સ્વીકારવા જેવી છે. તેણે ઑફર સ્વીકારી, પરંતુ પતિની પ્રેમિકાએ બે હજાર કેન્યન શિલિંગને બદલે ૧૭૦૦ કેન્યન શિલિંગ મોકલ્યા હતા. એ રૂપિયામાં ઍડનાએ તેનાં સંતાનોને નવાં કપડાં લાવી આપ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK