દેડકાના સ્ટેમ સેલમાંથી જસ્ટ 1 મિમીનો પહેલો સેલ્ફ-હીલિંગ રોબો બનાવ્યો

Published: Jan 15, 2020, 11:54 IST | America

દેડકાના સ્ટેમ સેલમાંથી જસ્ટ 1 મિમીટરનો દુનિયાનો પહેલો સેલ્ફ-હીલિંગ રોબો બનાવ્યો, જે માણસના શરીરમાં ફરી શકશે

સેલ્ફ-હીલિંગ રોબો
સેલ્ફ-હીલિંગ રોબો

અમેરિકાની વર્મૉન્ટ અને ટફ્ટ્સ યુનિવર્સિટીએ મળીને એક રોબો બનાવ્યો છે જે માણસના શરીરની અંદર ફરી શકે છે. આ એવો રોબો છે જે જીવતો અને જાતે જ હીલિંગ કરી શકે એવો છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આ કોઈ પરંપરાગત રોબો નથી અને ન એ કોઈ જાનવરની પ્રજાતિ છે. જસ્ટ એક મિલીમીટરથી પણ નાનો આ લિવિંગ રોબો કોઈ પણ પ્રકારના ફૂડ વિના અનેક અઠવાડિયાંઓ સુધી જીવિત રહી શકે છે. સાયન્ટિસ્ટોનો દાવો છે કે આ રોબો એ એક નવા પ્રકારના જીવનનું સ્વરૂપ છે. એનું એક્સનોબોટ્સ પાડવામાં આવ્યું છે જે જાતે જ પોતાની સારવાર પણ કરી લઈ શકે છે.

આ પણ વાંચો : વૅનિલા ફ્લેવરનું કોલા પીધું છે? જપાનમાં મળશે

સંશોધકોએ દેડકાના ભ્રૂણમાંથી જીવંત સ્ટેમ સેલ્સ કાઢીને એને એગ્સ પર છોડી દેવામાં આવ્યા. એ પછી સુપર કમ્પ્યુટર દ્વારા ડિઝાઇન કરેલા ખાસ બૉડી ફૉર્મ્સમાં એ કોશિકાઓ તબદિલ કરવામાં આવી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK