Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્કૂલના મિત્રોએ પોતાના ગરીબ મિત્રને દિવાળીની ગિફ્ટ તરીકે ઘર બાંધી આપ્યુ

સ્કૂલના મિત્રોએ પોતાના ગરીબ મિત્રને દિવાળીની ગિફ્ટ તરીકે ઘર બાંધી આપ્યુ

20 November, 2020 07:43 AM IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૂલના મિત્રોએ પોતાના ગરીબ મિત્રને દિવાળીની ગિફ્ટ તરીકે ઘર બાંધી આપ્યુ

મિત્રોએ પોતાના ગરીબ મિત્ર માટે ઘર બનાવ્યું

મિત્રોએ પોતાના ગરીબ મિત્ર માટે ઘર બનાવ્યું


તામિલનાડુના પુડ્ડુકોટાઈમાં શાળાના સમયના સહપાઠીઓએ તેમના ગરીબ મિત્રને સારું ઘર અપાવ્યું હતું. પુડ્ડુકોટાઈમાં મુથ્થુકુમાર અને કે. નાગેન્દ્રન જિગરજાન દોસ્તો છે. ૪૪ વર્ષનો મુથ્થુકુમાર ટ્રક-ડ્રાઇવર છે. અગાઉ સામાન્ય રીતે દર મહિને ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા કમાતા મુથ્થુકુમારની આવકકોરોના-લૉકડાઉનમાં ઘટીને લગભગ ૨૦૦૦ રૂપિયાની આસપાસ થઈ ગઈ હતી. તેની પાસે રહેવા માટે એક ઝુંપડૂં હતું. એ ઝુંપડૂં ૨૦૧૮માં આવેલા વાવાઝોડા ‘ગજા’માં નુકસાન પામ્યું હતું. બે વર્ષથી મુથ્થુકુમાર અને ૬ સભ્યોનો પરિવાર એ તૂટેલા ઝૂંપડામાં રહેતા હતા.

લૉકડાઉનમાં ૬ સભ્યોના પરિવારનું ભરણપોષણ કરવાની મુશ્કેલી ઊભી થઈ હતી. ગયા સપ્ટેમ્બરમાં મુથ્થુકુમાર તેના બાળપણના મિત્ર કે. નાગેન્દ્રનને એક શિક્ષકના ઘરે મળ્યો ત્યારે મુથ્થુકુમારે મિત્રને ઘરે બોલાવ્યો હતો. બન્ને ૩૦ વર્ષ પછી મળ્યા હતા. કે. નાગેન્દ્રન તેના બાળપણના મિત્રનું ઘર જોઈને વ્યથિત થયો હતો. તેણે ત્યાંથી નીકળીને શાળાના સમયના મિત્રોનો સંપર્ક કર્યો અને બધાએ ફાળો એકઠો કરીને દોઢ લાખ રૂપિયાની મદદની રકમ  ભેગી કરી હતી. એ મિત્રોએ કોઈ સિવિલ એન્જિનિયરની મદદ વગર મુથ્થુકુમારને સરસ મજબૂત ઘર બાંધી આપ્યું છે. એ મિત્ર વર્તુળે લૉકડાઉનમાં મુશ્કેલી સહન કરતા અન્ય મિત્રોને પણ એક કે બીજી રીતે સહાય કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2020 07:43 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK