હાથમાં ઝાડુ લઈને રોડની સફાઈ કરી રહેલા ટ્રાફિક-પોલીસે તો દિલ જીતી લીધું

Published: 27th October, 2020 07:25 IST | Gujarati Mid-day Correspondent | Odisha

ટ્રાફિક-પોલીસને હાથના ઇશારાથી વાહનોનો ફ્લો કન્ટ્રોલ કરતાં તો સૌએ જોયો હશે, પણ આજકાલ સોશ્યલ મીડિયામાં એક ટ્રાફિક-પોલીસ રોડ પર ઝાડુ વાળતો જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક-પોલીસે હાથમાં ઝાડુ લઈને રોડની સફાઈ કરી
ટ્રાફિક-પોલીસે હાથમાં ઝાડુ લઈને રોડની સફાઈ કરી

ટ્રાફિક-પોલીસને હાથના ઇશારાથી વાહનોનો ફ્લો કન્ટ્રોલ કરતાં તો સૌએ જોયો હશે, પણ આજકાલ સોશ્યલ મીડિયામાં એક ટ્રાફિક-પોલીસ રોડ પર ઝાડુ વાળતો જોવા મળી રહ્યો છે. ઓડિશાનો એક ટ્રાફિક-પોલીસ રસ્તા પરનો કાટમાળ દૂર કરવા ઝાડુ લઈને સફાઈ કરી રહ્યો છે.

કટક શહેરના એક રસ્તા પર કાટમાળને કારણે વાહનો સ્કિડ થઈ જતાં હોવાથી સ્થાનિક ટ્રાફિક-પોલીસ લલિત મોહન રાઉતે રોડને જાતે સાફ કરવાનું બીડું ઝડપ્યું હતું. કટકમાં સિકરપુર સ્ક્વેર નજીકના રોડને સ્વચ્છ કરવા તેણે ઝાડુ માર્યું હતું અને એ વખતે પાસેથી પસાર થઈ રહેલા કોઈ રાહદારીએ આ ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. જસ્ટ બાવીસ સેકન્ડનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં રાતોરાત વાઇરલ થયો હતો અને આ ટ્રાફિક-પોલીસ કોણ છે એ શોધવામાં સ્થાનિક પ્રશાસન લાગી ગયું છે. લલિત મોહન રાઉતની ભાળ મળતાં સ્થાનિક પોલીસ-કમિશનર ડૉ. સુધાંશુ સારંગીએ તેમનું સન્માન કર્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK