નર્સને આવી હાલતમાં જોઈને ચોંકી ગયા કોરોના દર્દીઓ, જાણો શું છે ઘટના

Published: May 21, 2020, 19:51 IST | Gujarati Mid-day Online Correspondent | Russia

કોરોના વાઈરસનો આંકડો સતત વધી રહ્યો છે. આ વાઈરસને લઈને અનેક જાણકારીઓ સામે આવી છે. હાલ રશિયાથી એક એવી ઘટના સામે આવી રહી છે, જે સાંભળીને તમે ચોંકી જશો.

રશિયન નર્સ
રશિયન નર્સ

આખા દેશમાં કોરોના વાઈરસ નામનો આતંક કહેર મચાવી રહ્યો છે, ત્યારે એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. હાલ લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે અને લોકો પોતાના ઘરમાં સુરક્ષિત છે. સાથે જ કોરોના વાઈરસનો આંકડો સતત વધી રહ્યો છે. આ વાઈરસને લઈને અનેક જાણકારીઓ સામે આવી છે. હાલ રશિયાથી એક એવી ઘટના સામે આવી રહી છે, જે સાંભળીને તમે ચોંકી જશો. 

કોરોના વાઈરસના કહેર વચ્ચે સોશિયલ મીડિયા પર એક નર્સની તસવીર ઘણી ધૂમ મચાવી રહી છે. આ રશિયન નર્સ ટ્રાન્સપરેન્ટ (પારદર્શક) PPE ગાઉનમાં નજર આવી હતી. નર્સની તસવીર પુરૂષ વૉર્ડમાં જ એડમિટ એક કોરોના દર્દીએ શૅર કરી છે. આ તસવીર ઉપર એટલો હોબાળો મચી ગયો હતો કે હવે હોસ્પિટલ મેનેજમેન્ટ તેને નોકરી પરથી કાઢવાની વાત કરી રહ્યા છે. પરંતુ નર્સના સમર્થનમાં કેટલાક ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ આવી ગયા છે. એમણે કહ્યું કે હોસ્પિટલ પ્રબંધન પોતાના ડૉક્ટર્સને સેફ્ટી કિટ આપવામાં અસમર્થન હતા. એમાં નર્સની કોઈ ભૂલ નથી. નર્સને આપવામાં આવેલો પીપીઇ ગાઉન પણ કોરોના ચેપ સામે રક્ષણ આપવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં, નર્સને નોકરી પરથી કાઢી મૂકવી એ ખોટી વાત છે.

હાલમાં જ રશિયાના ટુલા હોસ્પિટલમાંથી જે તસવીર સામે આવી, એણે બધાને હેરાન કરી દીધા છે. આ હોસ્પિટલમાં પુરૂષના વૉર્ડમાં એક નર્સે પારદર્શક પીપીઈ ગાઉન પહેરી રાખ્યું હતું. નર્સની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી ઝડપી વાઈરલ થઈ રહી છે. હોસ્પિટલના વહીવટીતંત્રે તપાસની શરૂઆતમાં કહ્યું હતું કે મહિલાએ પીપીઈ કિટની નીચે અંડર ગારર્મેન્ટ પહેરીને તપાસ કરી રહી હતી. પરંતુ એણે કહ્યું કે અંડર ગારમેન્ટ નહીં પરંતુ તે સ્વિમિંગ શૂટ પહેરીને કામ કરી રહી હતી.

જોકે સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ નર્સનો સપોર્ટ પણ કર્યો, ત્યારે કેટલાક લોકોએ આલોચના પણ કરી છે. સમર્થકોએ જણાવ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટે બૂમરાણ મચાવવી જોઇએ, ગરમીને કારણે સ્ત્રી નર્સે આવું કર્યું હતું. જ્યારે ઘણા લોકોએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસના દર્દીઓ પણ ચિંતામાં મૂકાય ગયા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK