Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રશિયામાં વધુ દૂધ આપે એ માટે ગાયોને વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ પહેરાવાયાં

રશિયામાં વધુ દૂધ આપે એ માટે ગાયોને વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ પહેરાવાયાં

28 November, 2019 08:48 AM IST | Russia

રશિયામાં વધુ દૂધ આપે એ માટે ગાયોને વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ પહેરાવાયાં

ગાયો પર કરાયો નવતર પ્રયોગ

ગાયો પર કરાયો નવતર પ્રયોગ


એવું કહેવાય છે કે ગાયો ખુશ રહે અને હરિયાળીની વચ્ચે રહે તો તે વધુ દૂધ આપે છે. હવે જ્યારે દૂધ આપતી ગાયોની ફૅક્ટરીઓ બનવા લાગી છે ત્યારે ગાયોને કુદરતી વાતાવરણમાં હરવા-ફરવા અને ચરવા મળે એવું વાતાવરણ તો રહ્યું જ નથી. એવામાં હવે તેમને કૃત્રિમ રીતે કુદરતી વાતાવરણ પૂરું પાડવાનો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. મોસ્કો શહેરની બહાર રુસમોકોલો ડેરી ફાર્મ છે જ્યાં ગાયોને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરાવવામાં આવે છે. ફાર્મના માલિકનું કહેવું છે કે આ હેડસેટ થકી ગાયોને હરિયાળીનાં દૃશ્યો દેખાડવામાં આવે છે. એની સાથે ફાર્મમાં શાંત સંગીત વાગતું રહે છે જેને કારણે ગાયો ફાર્મની વચ્ચે હોવા છતાં રિલૅક્સ્ડ અને ખુશનુમા ફીલ કરી શકે છે. માલિકનો તો દાવો પણ છે કે આ હેડસેટ વાપરવાનું શરૂ કર્યા પછી ગાયોની ઉત્પાદકતા પણ વધી ગઈ છે. દરેક ગાયને જે હેડસેટ પહેરાવવામાં આવે છે એ પહેલાં તેમની આંખનું વિઝન ચેક કરીને એ મુજબ વિડિયોની બ્રાઇટનેસ ઍડજસ્ટ કરવામાં આવે છે. આ ખેડૂતભાઈનું જોઈને હવે મોસ્કોના બીજા ફાર્મવાળાઓ પણ એનું અનુકરણ કરવાનું વિચારી રહ્યા છે. ફાર્મમાં મંદ મંદ ક્લાસિકલ મ્યુઝિક વાગતું રહે એવી વ્યવસ્થા ગોઠવેલી હોય એવા ખેડૂતોની સંખ્યા તો રશિયામાં અધધધ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 08:48 AM IST | Russia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK