બે દોસ્તો રગ્બી વર્લ્ડ કપ જોવા માટે 20,000 કિલોમીટરની સાઇકલસવારી કરી

Published: Oct 03, 2019, 10:28 IST | લંડન

લંડનના જેમ્સ ઓવૅન્સ અને રોન રુટલૅન્ડ નામના બે દોસ્તોએ હાલમાં જપાનમાં ચાલી રહેલા રગ્બી વર્લ્ડ કપમાં પહોંચવા માટે છેક ગયા વર્ષથી સફરની શરૂઆત કરી લીધી હતી.

રગ્બી વર્લ્ડ કપ જોવા માટે બે ફ્રેન્ડ્સે કરી 20,000 કિલોમીટરની સાઇકલસવારી
રગ્બી વર્લ્ડ કપ જોવા માટે બે ફ્રેન્ડ્સે કરી 20,000 કિલોમીટરની સાઇકલસવારી

લંડનના જેમ્સ ઓવૅન્સ અને રોન રુટલૅન્ડ નામના બે દોસ્તોએ હાલમાં જપાનમાં ચાલી રહેલા રગ્બી વર્લ્ડ કપમાં પહોંચવા માટે છેક ગયા વર્ષથી સફરની શરૂઆત કરી લીધી હતી. આ સફરને તેમણે સામાજિક જાગૃતિ અને ચૅરિટી ભંડોળ એકત્ર કરવાની સાથે-સાથે એક સાહસિક ઇવેન્ટ બનાવી દીધી હતી.

રગ્બી માટે યુરોપીય દેશોમાં જબરો ક્રેઝ હોય છે. જેમ્સ અને રોન બન્ને રગ્બીના જબરા ફૅન છે. તેમણે લંડનથી જપાન સુધીની સફર સાઇકલ પર કાપવાનું નક્કી કરેલું અને એ માટે તેમને ૨૩૦ દિવસ લાગ્યા હતા. ૨૦,૦૯૩ કિલોમીટરની સાઇકલ-સવારી અને ૨૭ દેશોમાંથી પસાર થઈને તેઓ આખરે જપાન પહોંચી ગયા છે.

આ પણ વાંચો : 1650 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી બન્યો છે વિશ્વનો સૌથી મોટો પ્લાસ્ટિક-વેસ્ટ ચરખો

આ દરમ્યાન તેમણે બાળકોના એજ્યુકેશન માટે ભંડોળ પણ એકત્ર કર્યું છે. અત્યાર સુધીમાં તેઓ ૫૯ લાખ રૂપિયા ભેગા કરી ચૂક્યા છે. બન્ને ફેબ્રુઆરી મહિનામાં લંડનથી નીકળ્યા હતા અને હાલમાં જપાનમાં રગ્બીની મૅચો માણી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK