Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયામાં નવી ગુહારઃ આ રોટીવાલી અમ્મા માટે કંઈક કરો

સોશ્યલ મીડિયામાં નવી ગુહારઃ આ રોટીવાલી અમ્મા માટે કંઈક કરો

20 October, 2020 07:37 AM IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયામાં નવી ગુહારઃ આ રોટીવાલી અમ્મા માટે કંઈક કરો

રોટીવાલી અમ્મા

રોટીવાલી અમ્મા


થોડા દિવસ પહેલાં દિલ્હીના ‘બાબા કા ઢાબા’ની વાત વહેતી થઈ હતી અને બાબાનું નસીબ ચમકી ગયું હતું. એ જોઈને આગરાના ‘કાન્જીવડેવાલે બાબા’ લાઇમલાઇટમાં આવ્યા હતા. એ પછી ફરીદાબાદના ૮૦ વર્ષના ભેલપુરીવાલા બાબાને મદદ કરવા માટે વાત ફેલાઈ. હવે આગરાનાં ‘રોટીવાલી અમ્મા’ના વિડિયોને પોસ્ટ કરીને તેમને મદદ કરવાની ગુહાર નેટિઝન્સને લગાવાઈ રહી છે. આ અમ્મા જસ્ટ વીસ રૂપિયામાં રોટલી, દાળ, ભાત અને શાક એમ આખી થાળી વીસ રૂપિયામાં વેચે છે. છેલ્લાં પંદર વર્ષથી તેઓ આ વિસ્તારમાં રોટીવાલી અમ્મા તરીકે જાણીતાં છે, પણ એમ છતાં લૉકડાઉનમાં તેઓ પોતાનું પેટિયું રળી શકે એવી સ્થિતિમાં રહ્યા નથી. પતિના મૃત્યુ બાદ દીકરાઓએ તેમને છોડી દીધાં છે એટલે તેઓ આ ઉંમરે પણ આકરી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 07:37 AM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK