Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બિહારના ક્વૉરન્ટીન સેન્ટરમાં થયો સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કોવિ-ડાન્સ

બિહારના ક્વૉરન્ટીન સેન્ટરમાં થયો સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કોવિ-ડાન્સ

05 June, 2020 08:04 AM IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારના ક્વૉરન્ટીન સેન્ટરમાં થયો સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કોવિ-ડાન્સ

જુઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કોવિ-ડાન્સ

જુઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે કોવિ-ડાન્સ


ક્વૉરન્ટીન સેન્ટરમાં જ્યારે કોરોનાનાં કોઈ લક્ષણ ન હોય અને છતાં તમારે અલાયદા રહેવાનું હોય ત્યારે લોકો માટે દિવસો કાઢવા ખૂબ જ અઘરા હોય છે. જોકે આવા સમયે સંગીત અને ડાન્સ દ્વારા લોકો પોતાનો જુસ્સો ટકાવીને રોગને માત આપવાની કોશિશ કરતા જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં બિહારના સિવાનમાં એક ક્વૉરન્ટીન સુવિધામાં ડાન્સ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી રાહુલ શ્રીવાસ્તવે શૅર કરેલા વીડિયોમાં ક્વૉરન્ટીન સુવિધાના રહેવાસીઓ પોતાનો જુસ્સો ટકાવી રાખવા ૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બૉર્ડર’ના ગીત ‘સંદેશે આતે હૈં...’ પર ડાન્સ કરે છે. વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ ચહેરા પર મુસ્કાન સાથે આ ગીત પર ડાન્સ કરતો દેખાય છે. ત્યાર પછી કૅમેરા બીજી તરફ વળે છે, જ્યાં તેની સાથે ક્વૉરન્ટીન સેન્ટરના અન્ય લોકો પણ નાચતા જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 08:04 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK