સ્વિટ્ઝરલૅન્ડના જીનિવામાં ક્રિસ્ટીઝ ઑક્શન સેલમાં જાંબુડિયા લાલ રંગનો હીરો જડેલી વીંટી ૨.૭૭ મિલ્યન ડૉલર (અંદાજે ૨૦.૬૮ કરોડ રૂપિયા)ની કિંમતે વેચાતાં વિશ્વવિક્રમ નોંધાયો હતો. ૧.૦૫ કૅરેટનો હીરો જે કિંમતે વેચાયો છે એ કૅરેટદીઠ ભાવમાં પણ વિક્રમજનક છે. પ્લૅટિનમ અને સોનાથી જડેલી એ વીંટી પર મુખ્ય રત્નની બાજુમાં હૃદયના આકારના અન્ય બે હીરા છે. લાલ રંગના ચોક્કસ પ્રકારના હીરા જવલ્લેજ મળતા હોવાથી એ દુર્લભ મનાય છે અને એથી એ ખૂબ મોંઘા હોય છે. દુબઈમાં રહેતા મૂળ ભારતીય આશિષ વિજય જૈનની કંપની ટિયારા જેમ્સ ઍન્ડ જ્વેલરીએ જાંબુડિયા લાલ ફૅન્સી હીરાની વીંટીની ખરીદી કરી હતી.
કોરોના પછી બીજી મહામારી માટે વિશ્વ તૈયાર રહે : ડબ્લ્યુએચઓ
9th September, 2020 14:46 ISTકોરોના વેક્સિન આવતા વર્ષના મધ્યમાં મળશે : ડબ્લ્યુએચઓ
5th September, 2020 13:27 ISTમહામારીનો ખરાબ સમય આવવાનો હજી બાકી છે : ડબ્લ્યુએચઓની ચેતવણી
1st July, 2020 11:28 ISTકોરોના વાઇરસથી વૈશ્વિક સ્તરે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે: WHO
10th June, 2020 12:23 IST