રાજસ્થાનમાં ડામરના રોડ પર ચાલતો માણસ અચાનક જમીનમાં ગરક થઈ ગયો

Published: Oct 27, 2019, 09:35 IST | રાજસ્થાન

રોડની નીચેથી જ્યારે નાળું પસાર થતું હોય અથવા તો અંદરથી ‌જમીન પોલી પડી ગઈ હોય તો ગમે એવી પાકી દેખાતી સડક પણ ગમે ત્યારે દગો દઈ શકે છે.

રોડ પર ચાલતો માણસ અચાનક જમીનમાં ગરક થઈ ગયો
રોડ પર ચાલતો માણસ અચાનક જમીનમાં ગરક થઈ ગયો

રોડની નીચેથી જ્યારે નાળું પસાર થતું હોય અથવા તો અંદરથી ‌જમીન પોલી પડી ગઈ હોય તો ગમે એવી પાકી દેખાતી સડક પણ ગમે ત્યારે દગો દઈ શકે છે. રાજસ્થાનના સિરોહીમાં આવી જ એક ઘટના ઘટી છે. વાત એમ છે કે એ યુવક રોડ પર ચાલી રહ્યો હતો અને એ જ વખતે તેના પગ તળેથી ધરતી સરકી ગઈ. યસ, લિટરલ સેન્સમાં રોડ ફાટ્યો અને યુવક જમીનમાં ગરક થઈ ગયો. પહેલાં તો એવું લાગ્યું કે કદાચ ભૂકંપ આવ્યો હોવાથી જમીનમાં તિરાડ પડી છે, પરંતુ પછી ખબર પડી કે નીચે એક નાળું પસાર થતું હતું એને કારણે જમીન ધસી પડી હતી.

આ પણ વાંચો : આ ભૂતિયા ઘરમાં રહેશો, તો ઈનામમાં મળશે આટલી કિંમત

સારી વાત એ હતી કે આ ઘટના બનતાં જ આસપાસના લોકો તરત જ ત્યાં આવી ગયા અને તેમણે અંદર પડી ગયેલા માણસને બહાર કાઢી લીધો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK