પુણેમાં 11 બસમાં બનાવવામાં આવ્યાં વૉશરૂમ ઑન વ્હીલ્સ

Published: Feb 22, 2020, 07:54 IST | Pune

પુણેમાં આજકાલ ‘વૉશરૂમ ઑન વ્હીલ્સ’ની સુવિધા ચર્ચામાં છે. કોઈ પણ મહિલા માત્ર પાંચ રૂપિયા ચૂકવીને આ સુવિધાનો વૉશરૂમ કે બ્રેસ્ટ ફીડિંગ માટે લાભ લઈ શકે છે.

બસ
બસ

પુણેમાં આજકાલ ‘વૉશરૂમ ઑન વ્હીલ્સ’ની સુવિધા ચર્ચામાં છે. કોઈ પણ મહિલા માત્ર પાંચ રૂપિયા ચૂકવીને આ સુવિધાનો વૉશરૂમ કે બ્રેસ્ટ ફીડિંગ માટે લાભ લઈ શકે છે. આ ઉપરાંત અહીંથી મહિલાઓ સૅનિટરી નૅપ્કિન્સ અને ડાઇપર પણ ખરીદી શકે છે.

pune-bus-01

ઉલ્કા સાદલકર અને રાજીવ ખેરે ૧૨ બસોને ટૉઇલેટમાં બદલીને આ સુવિધાની શરૂઆત કરી છે. રોજ લગભગ ૨૦૦ કરતાં વધુ મહિલાઓ આ સુવિધાનો ઉપયોગ કરતી હોવાનો તેમનો દાવો છે. વીજળી માટે બસની છત પર ઇલેક્ટ્રિક પૅનલ પણ બેસાડવામાં આવી છે. સ્વચ્છ અને સુરક્ષિત વૉશરૂમ એ મહિલાઓનો મૂળભૂત અધિકાર છે. આગામી એક વર્ષના સમયગાળામાં દેશનાં જુદાં-જુદાં શહેરોમાં ૧૦૦૦ કરતાં વધુ ટૉઇલેટ બનાવવાનો ટાર્ગેટ આ જોડીનો છે.

મહિલાઓએ પણ ‘વૉશરૂમ ઑન વ્હીલ્સ’ની સુવિધાને વખાણી છે. કેન્દ્ર સરકારના ક્લીન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ દેશભરમાં લાખો ટૉઇલેટ્સ બનાવવામાં આવ્યાં છે, પરંતુ પાણી અને વીજળીની અછતને કારણે એ ઉપયોગમાં નથી લેવાઈ રહ્યાં અને રાજ્ય સરકાર પણ એની જાળવણી નથી કરી શકતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK