Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પબજી પર પ્રતિબંધ મુકાતાં ગેમના ચાહકોએ અંતિમયાત્રા કાઢી

પબજી પર પ્રતિબંધ મુકાતાં ગેમના ચાહકોએ અંતિમયાત્રા કાઢી

09 September, 2020 09:54 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પબજી પર પ્રતિબંધ મુકાતાં ગેમના ચાહકોએ અંતિમયાત્રા કાઢી

પબજી ગેમના ચાહકોએ અંતિમયાત્રા કાઢી

પબજી ગેમના ચાહકોએ અંતિમયાત્રા કાઢી


ચીની તથા અન્ય વિડિયો-ગેમ્સના વિવિધ પ્રકારના વિવાદ વચ્ચે પબજી ગેમના ચાહકો એ ગેમનો જનાજો કાઢીને ‘વિનર, વિનર, ચિકન ડિનર’ સૂત્રનો ઉચ્ચાર કરતા હોય એવો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર મુકાયો છે જે લોકોમાં જબરો વાઇરલ થયો છે.

pubg



વિડિયોના બૅકગ્રાઉન્ડમાં ‘યાદ તેરી આયેગી, મુઝકો બડા સતાયેગી’ ગીત સંભળાય છે. પબજીની સાંકેતિક નનામી ઉપાડીને એક યુવાન કહે છે કે ‘આ ગેમ માટે તો ગર્લફ્રેન્ડને પડતી મૂકેલી અને તું જ જતી રહી?’ પબજીના નામે જાણીતી મલ્ટિપ્લેયર ઍક્શન ગેમ પર પ્રતિબંધ મુકાતાં એના ચાહકો અને પ્રશંસકોએ મજાકિયા અંદાજમાં પોતાની વ્યથા રજૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 09:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK