Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વિમાન ઉડાડીને પાઇલટ એટલો કંટાળ્યો કે હવામાં લખી નાખ્યું, I am Bored

વિમાન ઉડાડીને પાઇલટ એટલો કંટાળ્યો કે હવામાં લખી નાખ્યું, I am Bored

23 February, 2019 11:10 AM IST |

વિમાન ઉડાડીને પાઇલટ એટલો કંટાળ્યો કે હવામાં લખી નાખ્યું, I am Bored

પાઈલટે હવામાં લખી નાખ્યું, I am Bored

પાઈલટે હવામાં લખી નાખ્યું, I am Bored


પાઇલટનું કામ તો કેટલું મજાનું છે એવું જો તમે માનતા હો તો સમજી લેજો કે ક્યારેક એકધારું વિમાન ઉડાડીને તમને કંટાળો પણ આવી શકે છે. ઑસ્ટ્રેલિયામાં એક પાઇલટે ફ્લાઇટ ટેસ્ટ માટે ત્રણ કલાક સુધી એક વિમાન ઉડાડવાનું હતું. આ માટે તેણે ડાયમન્ડ સ્ટાર પ્લેનને ઑસ્ટ્રેલિયાના આસમાનમાં ત્રણ કલાક સુધી ચક્કર મારવાના હતા. શરૂઆતમાં તે આમ-તેમ ઘૂમ્યો પણ પછી એટલો કંટાળ્યો કે તેણે આસમાનમાં પોતાની ફીલિંગ્સ લખી નાખી કે હવે તો હું બોર થઈ ગયો છું. આ ત્રણ કલાકની ટેસ્ટ દરમ્યાન કન્ટ્રોલ-રૂમ દ્વારા આ વિમાન ક્યાં અને કેવી રીતે ઊડી રહ્યું છે એ ટ્રૅક થઈ રહ્યું હતું.

આ પણ વાંચો : પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપનું મોટું નિવેદન, સાવધાન થયું પાકિસ્તાન



બે કલાકની ફ્લાઇટ પછી પાઇલટને કંઈક અળવીતરું કરવાનું મન થયું અને તેણે વિમાન એવી રીતે ઉડાડ્યું જેથી આસમાનમાં મોટા અક્ષરે લખાય ‘I am Bored' મતલબ કે હું કંટાળી ગયો છું. કદાચ પૃથ્વી પરથી પાઇલટે શું કર્યું એ કદી જોઈ શકાય એમ નથી, પરંતુ કન્ટ્રોલ-રૂમ દ્વારા વિમાનનો જે પાથ બન્યો એ મૅપમાં આ રીતે હાઇલાઇટ થયો હતો. કન્ટ્રોલ રૂમમાંથી કોઈકે સેટેલાઇટ ટ્રૅકની ઇમેજ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2019 11:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK