Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મશરૂમની જેમ ઊગી નીકળેલું ઘર જોયું છે?

મશરૂમની જેમ ઊગી નીકળેલું ઘર જોયું છે?

09 September, 2020 07:06 AM IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મશરૂમની જેમ ઊગી નીકળેલું ઘર જોયું છે?

મશરૂમની જેમ ઊગી નીકળેલું ઘર

મશરૂમની જેમ ઊગી નીકળેલું ઘર


સોશ્યલ મીડિયા પર આજકાલ એક મશરૂમની જેમ ઊગેલું હોય એવા ઘરની તસવીરો વાઇરલ થઈ રહી છે. એ ઘરમાં મશરૂમની ડાળી જેવી પાતળી સીડી જેવી રચના છે અને એની પર મશરૂમની ટોપ જેવું ઘર છે. જપાનના યુકો મોરી નામના ટ્વિટર યુઝરે એક ફોટો પોસ્ટ કરેલો. એની રચનાને કારણે એ જોતજોતામાં વાઇરલ થઈ ગયો. જોકે મોટા ભાગના યુઝર્સને એવું લાગતું હતું કે આવું ઘર હકીકતમાં હોઈ જ ન શકે. એને કોઈક રીતે ફૉટોશૉપ કરવામાં આવ્યું હશે એવી શંકાઓ વ્યક્ત થઈ.

mushroom



આ કોઈ મનઘડંત મૉડિફિકેશનની કમાલ છે એવો નિષ્કર્ષ નીકળે એ પહેલાં તો ટ્રિગલ ગુરો નામના એક ઉત્સાહી યુઝરે ગુગલ અર્થની મદદથી આ ઘર ક્યાં છે એ ખોળી કાઢ્યું. તમે માનો કે ન માનો પહેલા ફોટો કરતાં એ રિયલમાં વધુ વિચિત્ર છે એવું તેનું કહેવું છે. તાકાશિમા શહેર પાસેના અઝુમિગાવા ટાઉનના રોડ નંબર ૨૯૪ પર આ ઘર આવેલું છે. હવે સોશ્યલ મીડિયામાં એની ચર્ચા થાય છે કે શા માટે મકાનમાલિકે ઘરની રચના આવી કરી હશે? કોઈકનું કહેવું છે કે જેટલી ઓછી જમીન પર કન્સ્ટ્રક્શન થાય તો ઓછો પ્રૉપર્ટી ટેક્સ ભરવો પડે એટલા માટે આવું કર્યું હશે તો બીજી તરફ કોઈકનું કહેવું છે કે ઘરની જ જગ્યામાં બે-ત્રણ ગાડીઓ પાર્ક કરી શકાય એ માટે આવી વ્યવસ્થા કરી હશે. 


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 07:06 AM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK