મહિલાઓને અલગ મેન્યૂ આપતી પેરુની રેસ્ટોરાંને 44 લાખ રૂપિયાનો દંડ

Published: Nov 01, 2019, 10:05 IST | પેરુ

દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ દેશમાં લા રોસા નૉટિકા નામની એક રેસ્ટોરાંને મહિલાઓ સાથે ભેદભાવભર્યું વર્તન કરવા બદલ ૬૨,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટ

દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ દેશમાં લા રોસા નૉટિકા નામની એક રેસ્ટોરાંને મહિલાઓ સાથે ભેદભાવભર્યું વર્તન કરવા બદલ ૬૨,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રેસ્ટોરાંમાં પુરુષો સાથે ડિનર કરવા આવનાર મહિલાઓને પુરુષો કરતાં અલગ ગોલ્ડન કલરનું મેન્યૂ કાર્ડ આપવામાં આવતું હતું, જેમાં ડિશની કિંમત છાપવામાં આવી નહોતી, જ્યારે પુરુષોને બ્લુ કલરની ડિશ અને એની કિંમત સાથેનું મેન્યૂ કાર્ડ આપવામાં આવતું હતું. 

આ પણ વાંચો : હૅલોવીન પાર્ટી માટે ડૉગીને પહેરાવાયો ઍમ્બ્યુલન્સનો ફૅન્સી ડ્રેસ

હોટેલમાલિકોએ પોતાની આ પ્રણાલીનો બચાવ કરતાં કહ્યું હતું કે મહિલાઓ ડિશની કિંમતની ચિંતા કર્યા વિના રોમૅન્ટિક ડિનરનો આનંદ માણી શકે એ માટે અમે આ પ્રથાને અનુસરતા હતા. જોકે પેરુના અધિકારીઓએ તેમની કેફિયત નામંજૂર કરીને દંડ કરવા ઉપરાંત હવે પછી બધાને એકસરખું મેન્યૂ કાર્ડ આપવાનો આદેશ આપ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK