Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ પોપટને પૂછો કે કૈસે હો? તો જવાબ આપે છે અચ્છા હૂં

આ પોપટને પૂછો કે કૈસે હો? તો જવાબ આપે છે અચ્છા હૂં

03 April, 2019 11:54 AM IST | દિલ્હી

આ પોપટને પૂછો કે કૈસે હો? તો જવાબ આપે છે અચ્છા હૂં

બોલતા પોપટ

બોલતા પોપટ


દિલ્હીમાં આવેલા એક ચીડિયાઘરમાં હીરામન પ્રજાતિનો પૅરટ છે જેનો અવાજ એટલો સાફ છે કે અંદાજ જ ન આવે કે આ કોઈ પોપટ બોલી રહ્યો છે. પોપટને મિટ્ટé કહીને તમે બોલાવો તો સામે તે મિટ્ટé-મિટ્ટé કહેવા લાગે છે. ખાસ કરીને પાંજરામાં પુરાયેલા આ પોપટને લોકો જોવા આવે અને એની સાથે વાતો કરે ત્યારે એને બહુ તાન ચડે છે. પહેલાં તે સામાન્ય પોપટની જેમ અવાજો કાઢતો. તમે જે બોલો એની નકલ પણ કરતો. બાળકોને ખુશ થતાં જોઈને તે તમામ પ્રકારની નકલ કરતો થઈ ગયો. કોઈક દર્શકોએ તેને કૈસે હો? સવાલના જવાબમાં અચ્છા હૂં એવું કહેવાનું શીખવ્યું અને આ પોપટભાઈ એ પણ શીખી ગયા.

આ પણ વાંચો : આ ભાઈએ ૫૪ વર્ષથી વાળ કાપ્યા જ નથી, થઈ ગયા છે ૫.૫ મીટરથી લાંબા



હવે તેને રામ-રામજી કહેતા શીખવવાની કોશિશ ચાલે છે. બોલતા પોપટની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે કેમ કે લોકો હવે એની પાસે જાતજાતની ચીજો બોલાવીને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂકવા લાગ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2019 11:54 AM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK