Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વેઇટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યું તો ગ્રાહકે બંદૂક કાઢીને ગોળી મારી

વેઇટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યું તો ગ્રાહકે બંદૂક કાઢીને ગોળી મારી

19 August, 2019 10:03 AM IST | પૅરિસ

વેઇટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યું તો ગ્રાહકે બંદૂક કાઢીને ગોળી મારી

વેઇટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યું તો ગ્રાહકે બંદૂક કાઢીને ગોળી મારી

વેઇટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યું તો ગ્રાહકે બંદૂક કાઢીને ગોળી મારી


ફ્રાન્સની રાજધાની પૅરિસની બહારના વિસ્તારમાં પીત્ઝા અને સૅન્ડવિચની એક રેસ્ટોરાંમાં ગ્રાહકે વેઇટરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એવું જાણવા મળ્યું છે કે ગ્રાહકે સૅન્ડવિચ ઑર્ડર કરી હતી અને તેને વધુ રાહ જોવી પડી હતી એટલે તેને ગુસ્સો આવી ગયો. પૅરિસના પૂર્વ ઉપનગર નોઇજી લે ગ્રૅન્ડ રેસ્ટોરાંમાં શુક્રવારે રાતે ફાયરિંગનો અવાજ સાંભળીને રેસ્ટોરાંમાં સોપો પડી ગયો હતો. વેઇટરના સહકર્મીઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. ૨૮ વર્ષના વેઇટરને ખભામાં ગોળી વાગી હતી, પરંતુ તેને કોઈ સારવાર મળે એ પહેલાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે, બંદૂકધારી બહુ ગુસ્સામાં હતો કેમ કે તેણે ઑર્ડર કરેલી સૅન્ડવિચ તાત્કાલિક તૈયાર નહોતી થઈ. તે ગોળી ચલાવતાં પહેલાં ખૂબ ગુસ્સામાં હતો અને વેઇટરને ઘાયલ કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસ અત્યારે ઘટનાની તપાસમાં લાગી છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 10:03 AM IST | પૅરિસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK