Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 20 વર્ષના આ ભાઈને છે ત્રણ-ત્રણ પત્ની, હજી ચોથીની શોધ ચાલી રહી છે

20 વર્ષના આ ભાઈને છે ત્રણ-ત્રણ પત્ની, હજી ચોથીની શોધ ચાલી રહી છે

19 November, 2020 08:01 AM IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

20 વર્ષના આ ભાઈને છે ત્રણ-ત્રણ પત્ની, હજી ચોથીની શોધ ચાલી રહી છે

આ ભાઈની છે ત્રણ પત્ની

આ ભાઈની છે ત્રણ પત્ની


પાકિસ્તાનમાં એક કરતાં વધુ પત્નીઓ ધરાવતા પુરુષોની કોઈ કમી નથી, પરંતુ સિયાકોટમાં રહેતા વીસ વર્ષના અદનાનની વાત જ કંઈક નિરાળી છે. ભાઈસાહેબ હજી જસ્ટ વીસ વર્ષના થયા છે અને ઑલરેડી ત્રણ પત્નીઓ છે. નવાઈની વાત એ છે કે તેમની આ ત્રણેય પત્નીઓ ભેગી મળીને પતિ માટે ચોથી પત્નીની શોધ પણ ચલાવી રહી છે. અદનાનના પહેલા લગ્ન ૧૬ વર્ષની ઉંમરે થયેલાં, જ્યારે તે હજી ભણતો હતો. ત્રણ વર્ષ બાદ બીજાં લગ્ન કર્યાં અને હજી ગયા વર્ષે જ ત્રીજાં લગ્ન કર્યાં છે. તેની ત્રણ પત્નીઓનાં નામ એક જ અક્ષરથી શરૂ થાય છે – શુમ્બાલ, શબાના અને શાહિદા. આ જ કારણોસર હવે ચોથી પત્નીનું નામ પણ શ પરથી જ શરૂ થતું હોય એવી આ પરિવારની ઇચ્છા છે. એક પત્નીને રાખવાનું આ મોંઘવારીમાં અઘરું પડે છે ત્યારે ત્રણ-ત્રણ પત્નીઓને રાખવા માટે અદનાનભાઈને સવાથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અદનાનનું માનવું છે કે તેણે જ્યારે પણ લગ્ન કર્યાં છે એ પછીના વર્ષોમાં તેની આાવકમાં જબરો વધારો થાય છે. ત્રણ વાર તો તેને ફાયદો થયો છે હવે ચોથી વાર પણ એમ જ થશે એવી તેની આશા છે. ત્રણેય પત્નીઓ એક જ ઘરની છત તળે સાથે રહે છે, સાથે મળીને ઘર સંભાળે છે અને પતિ સાથે સમય ગાળવાના વારા પણ તેમણે સર્વસંમતિથી બનાવી દીધા છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 08:01 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK