ટિકટૉક વિડિયો દ્વારા એક મહિલાએ દાવો કર્યો છે કે મારા ગર્ભાશયમાં એક ૧૦ દિવસનો અને એક ૧૧ દિવસનો એમ બે ગર્ભ હતા ત્યારે મને ત્રીજો ગર્ભ રહ્યો હતો. હવે પાંચેક મહિનામાં એ સ્ત્રી એકસાથે ત્રણ બાળકોને જન્મ આપવાની હોવાનો દાવો તેણે કર્યો હતો. હાલમાં એ મહિલાની ૧૭ અઠવાડિયાંની સગર્ભાવસ્થા છે.
ખૂબ વાઇરલ થયેલા ટિકટૉક વિડિયોમાં એ મહિલાએ જણાવ્યું હતું કે ‘મારો એક ગર્ભ ૧૦ દિવસનો અને બીજો ૧૧ દિવસનો હતો એ વખતે ત્રીજું ગર્ભાધાન થયું હતું. એને સુપરફેટેશન કહેવાય છે. સામાન્ય રીતે સ્ત્રી સગર્ભા થયા પછી પ્રેગ્નન્સી હૉર્મોન્સ નવા સ્ત્રીબીજને ફલિત થતી રોકે છે. એ સર્વસામાન્ય જીવશાસ્ત્રીય પ્રક્રિયા કે શરીરનો ધર્મ છે, પરંતુ મારા શરીરમાં એ પ્રક્રિયા બંધ ન થઈ. આમ પણ મારા શરીરની તાસીર એવી છે કે મહિનામાં બે વખત સ્ત્રીબીજ પેદા થાય છે. એને હાઇપર ઓવ્યુલેશન કહેવાય છે. સામાન્ય રીતે દરેક પિરિયડના પખવાડિયા પૂર્વે એક વખત બીજાશય-ઓવરીમાંથી સ્ત્રીબીજ ફેલોપિયન ટ્યુબ તરફ જતાં હોય છે, પરંતુ મારા શરીરમાં એ પ્રક્રિયા મહિનામાં બે વખત થાય છે. હાલમાં ડૉક્ટરો દર બે અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરીને ત્રણેય ગર્ભસ્થ બાળકની સ્થિતિ તપાસે છે.’
સ્પર્ધામાં વિધ્નો અપાર
16th January, 2021 09:42 ISTલૂંટમાં સર્વસ્વ ગુમાવી દીધા બાદ થ્રિસુરની મહિલાએ ફરી ચિપ્સનો વ્યવસાય શરૂ કર્યો
16th January, 2021 09:36 ISTહિમાચલ પ્રદેશના કુલુમાં દીપડો માનવીઓ સાથે રમી રહ્યો છે
16th January, 2021 09:23 ISTભારતના નીલમકુમાર ખૈરેએ ૭૨ કલાક સુધી ૭૨ ઝેરી સાપો સાથે રહીને બનાવેલો અનોખો વિક્રમ
16th January, 2021 09:15 IST