હવે વાઇરસ કિલિંગ ડેનિમ બજારમાં આવશે

Published: Jul 30, 2020, 07:20 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

વિષાણુઓના પ્રસારમાં કપડાની મુખ્ય ભૂમિકા નથી, પરંતુ સાર્સ કે કોરોનાના વિષાણુઓ કપડાં પર લાંબો વખત ટકી રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિષાણુઓના પ્રસારમાં કપડાની મુખ્ય ભૂમિકા નથી, પરંતુ સાર્સ કે કોરોનાના વિષાણુઓ કપડાં પર લાંબો વખત ટકી રહેતા હોવાનું જાણવા મળ્યું છે. એથી કેટલીક કંપનીઓ વાઇરસ કિલિંગ ડેનિમ બજારમાં લૉન્ચ કરવાનું વિચારે છે. સ્વિટ્ઝરલૅન્ડની હેઇક કંપનીએ ગયા મહિને જાહેરાત કરી હતી કે વાઇરો બ્લૉક NPJ03  ટેક્સટાઇલ ટ્રીટમેન્ટની સાર્સ અને કોવિડ-19ના પ્રતિકારની ક્ષમતાના કરાયેલા પરીક્ષણમાં એ ટ્રીટમેન્ટ ૯૯.૯૯ ટકા અસરકારક જણાઈ છે. સિલ્વર સૉલ્ટ્સ અને વેસિલ ટેક્નૉલૉજીનું કૉમ્બિનેશન કોરોનાના વિષાણુઓ સામે અસરકારક સિદ્ધ થયું છે. એ કૉમ્બિનેશન કપડાને લાગતા જીવાણુ (બૅક્ટેરિયા) અને વિષાણુ (વાઇરસ)ને થોડી મિનિટોમાં નિષ્ક્રિય કરતું હોવાનું પરીક્ષણમાં સિદ્ધ થયું છે. એ પરીક્ષણ સફળ થયા પછી હેઇક કંપનીએ કેટલીક ડેનિમ બ્રૅન્ડ્સ જોડે સાર્સ-કોવિડ રેઝિસ્ટન્ટ વસ્ત્રોના ઉત્પાદનના કરાર કર્યા છે. કપડાંને સૅનિટાઇઝ કરવા અને જર્મ  રેઝિસ્ટન્ટ બનાવવા માટે લૉન્ડ્રિંગ પ્રોસેસ દરમ્યાન આ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ લિક્વિડ ફૉર્મમાં લગાવવામાં આવે છે. એની અસર ૩૦ વૉશ સાઇકલ્સ દરમ્યાન રહે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK