એવું તે શું છે કે લીલાં-પીળાં ચાર પાન ધરાવતો આ છોડ ચાર લાખમાં વેચાયો?

Updated: Sep 05, 2020, 10:46 IST | Gujarati Mid-day Correspondent | New Zealand

ન્યુ ઝીલૅન્ડમાં અડધાં લીલાં અને અડધાં પીળાં ચાર પાન ધરાવતા છોડની કિંમત ૮૧૫૦ ન્યુ ઝીલૅન્ડ ડૉલર (અંદાજે ૪ લાખ રૂપિયા) ઊપજી છે.

 લીલાં-પીળાં ચાર પાન ધરાવતો છોડ
લીલાં-પીળાં ચાર પાન ધરાવતો છોડ

ન્યુ ઝીલૅન્ડમાં અડધાં લીલાં અને અડધાં પીળાં ચાર પાન ધરાવતા છોડની કિંમત ૮૧૫૦ ન્યુ ઝીલૅન્ડ ડૉલર (અંદાજે ૪ લાખ રૂપિયા) ઊપજી છે. ઑનલાઇન ઑક્શનમાં એ છોડની બેઝિક પ્રાઇસ ૧૬૫૦ ન્યુ ઝીલૅન્ડ ડૉલર (૮૧,૧૪૮ રૂપિયા) નક્કી કરવામાં આવી હતી.
રંગોની ઝાંયના આધારે કરવામાં આવતા વર્ગીકરણ અનુસાર એ છોડ રેફિડોફોરા ટેટ્રાસ્પર્મા અથવા ફિલોડેન્ડ્રોન મિનિમા તરીકે ઓળખાય છે. લિસ્ટિંગમાં એ છોડના ૮૦૦૦ વ્યુઝ નોંધાયા હતા. જીવશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રમાં પાનના રંગોનું પ્રકાશ સંશ્લેષણના આધારે રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK