આ ચિત્રોમાંથી મૉડલ્સને શોધી બતાવો તો ખરા કહેવાશો

Published: Mar 21, 2020, 07:45 IST | Gujarati Mid-day Correspondent | New York

ક્યારેક એક ઝટકો જિંદગીને જબરો વળાંક આપી દે છે. એવું જ કંઈક બન્યું હતું ટ્રીના મૅરી નામની આર્ટિસ્ટ સાથે. ન્યુ યૉર્કની ૪૦ વર્ષની ટ્રીના મૅરી હૉલીવુડના આર્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી, જ્યારે વીજળીનો શોક લાગતાં તે વિચલિત થઈ ગઈ હતી.

મૉડલ્સના ચિત્રો
મૉડલ્સના ચિત્રો

ક્યારેક એક ઝટકો જિંદગીને જબરો વળાંક આપી દે છે. એવું જ કંઈક બન્યું હતું ટ્રીના મૅરી નામની આર્ટિસ્ટ સાથે. ન્યુ યૉર્કની ૪૦ વર્ષની ટ્રીના મૅરી હૉલીવુડના આર્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી, જ્યારે વીજળીનો શોક લાગતાં તે વિચલિત થઈ ગઈ હતી. એ પછી તેણે પોતાનું જીવન તેના વ્યવસાયને સમર્પિત કર્યું હતું. વીજળીના શોકના આઘાતમાંથી બહાર આવ્યા પછી તેણે તેનાં પેઇન્ટિંગ્સમાં મનુષ્યોને પણ સામેલ કરવાનો ‌નિર્ણય લીધો હતો.

વિશ્વનો પ્રવાસ ખેડી ચૂકેલી આ કલાકારે પ્રખ્યાત સીમાચિહ્‍નો અને સ્થળોનું અવલોકન કર્યું હતું, પરંતુ હવે તે પોતાના મનપસંદ કલાકારોનાં ચિત્રોમાં મનુષ્યને રંગવાનું પડકારજનક કાર્ય કરી રહી છે.

તેનાં ચિત્રોમાં ગ્રાફિટી અને સાંસ્કૃતિક તત્વોનો ઉપયોગ કરનાર ચિત્રકારની કળાની છાંટ વર્તાય છે. યુવાન વયે મૃત્યુ પામ્યા છતાં તેનાં પેઇન્ટિંગ્સ તેને જીવંત રાખી રહ્યાં છે એટલે મૅરીનું માનવું છે કે તમારા મૃત્યુ પછી લોકો તમને કઈ રીતે યાદ રાખે એ તમારું કાર્ય નક્કી કરે છે. તેણે પ્રખ્યાત ચિત્રકારોના પીસમાં નગ્ન મૉડલોને પણ અંદર વણી લીધી છે. પાબ્લો પિકાસો હોય કે વિન્સેન્ટ વાન ગોગ જેવા કલાકારોનાં ચિત્રો તેણે તૈયાર કર્યાં છે. હાલમાં મૅરીનું આર્ટવર્ક એટલું ફેમસ થઈ ગયું છે કે રોજ ડઝનેક મૉડલ્સ તેની આર્ટમાં ભાગ લેવા માટે અરજી કરે છે.

પહેલી વખત મૉડલિંગ કરનારાઓથી માંડીને અબજોપતિઓ પણ તેના મૉડલ બનવા માગે છે. સામાન્ય રીતે તેનાં ચિત્રો ૮૦૦૦થી લઈને ૮ લાખ રૂપિયામાં વેચાય છે.

મૅરીનું કહેવું છે કે માનવશરીર પર પેઇન્ટિંગ કરવામાં થોડો વધુ સમય લાગતો હોવા છતાં અભૂતપૂર્વ આનંદ મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK