Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રહસ્યમય રેડિયો સ્ટેશન: પ્રસારણ થાય છે, પણ કોણ ચલાવે છે...

રહસ્યમય રેડિયો સ્ટેશન: પ્રસારણ થાય છે, પણ કોણ ચલાવે છે...

08 September, 2020 07:13 AM IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રહસ્યમય રેડિયો સ્ટેશન: પ્રસારણ થાય છે, પણ કોણ ચલાવે છે...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


MDZhB નામનું રહસ્યમય રેડિયો સ્ટેશન ૩૮ વર્ષોથી પ્રસારણ કરે છે, પરંતુ એ રેડિયો સ્ટેશનના માલિકો, સંચાલકો કે બીજી બાબતોનું ઠામઠેકાણું કોઈ જાણતું નથી. ૧૯૮૨થી ૨૪ કલાક પ્રસારણ કરતું એ રેડિયો સ્ટેશન એમજેબી (MJB) નામે ઓળખાય છે. થોડી સેકન્ડે ચોક્કસ પ્રકારના કંટાળાજનક અવાજો વચ્ચે અઠવાડિયે બે-ચાર વખત કોઈ માણસ રશિયન ભાષામાં કહેવાતો કે રૂઢિપ્રયોગ બોલે છે. રેડિયોના માધ્યમના ચાહકોમાં એ રહસ્યમય રેડિયો સ્ટેશન વિશે ઘણા વખતથી ઉત્સુકતા છવાયેલી છે. એ રેડિયો સ્ટેશન રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ કે મૉસ્કોની આસપાસ હોવાની જાણકારોની ધારણા છે. એ રેડિયો સ્ટેશન લો ફ્રીક્વન્સી ધરાવતા શૉર્ટ વેવ્ઝ પર કામ કરે છે. જોકે શૉર્ટ વેવ્ઝ લાંબા અંતર સુધી પહોંચતા હોય છે. 4625 kHz ફ્રીક્વન્સી પર એ રેડિયો સ્ટેશનનાં પ્રસારણ સાંભળી શકાય છે. એ રેડિયો સ્ટેશનના વજૂદ વિશે અનેક તર્કવિતર્ક ચાલે છે. તર્કવિતર્કોની થિયરીમાં એક થિયરી પરમાણુ યુદ્ધ સંબંધી  અને બીજી જાસૂસી સંબંધી છે. જાસૂસી સંબંધી થિયરીમાં એ રેડિયો સ્ટેશન દ્વારા વિશ્વભરમાં ફેલાયેલા રશિયાના જાસૂસોને સંદેશા આપવામાં આવતા હોવાની ધારણા રાખવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 07:13 AM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK