કર્ણાટકના કોવિડ સેન્ટરમાં શરૂ થઈ મિની-લાઇબ્રેરી

Published: Oct 13, 2020, 07:17 IST | Gujarati Mid-day Correspondent | Karnataka

કોરોનાના ઇલાજ માટે ઊભા કરવામાં આવેલા સ્પેશ્યલ સેન્ટરોમાં દરદીઓ આઇસોલેશન દરમ્યાન ખુશ રહે અને કંઈક ક્રીએટિવ કામોમાં વ્યસ્ત રહે એ માટે જાતજાતના પ્રયોગો થાય છે.

મિની-લાઇબ્રેરી
મિની-લાઇબ્રેરી

કોરોનાના ઇલાજ માટે ઊભા કરવામાં આવેલા સ્પેશ્યલ સેન્ટરોમાં દરદીઓ આઇસોલેશન દરમ્યાન ખુશ રહે અને કંઈક ક્રીએટિવ કામોમાં વ્યસ્ત રહે એ માટે જાતજાતના પ્રયોગો થાય છે. ક્યાંક કોઈક ક્રિકેટ રમતું હોય છે તો ક્યાંક કોઈ ગીતો અને ડાન્સ પર ઝૂમતા જોવા મળે છે.

library

કર્ણાટકમાં શિવામોગા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસઅને મૅકગૅન ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ્સમાં કોરોનાથી રિકવર થઈ રહેલા દરદીઓ માટે ખાસ નાનકડી લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. આ બન્ને હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. શ્રીધરના કહેવા મુજબ સ્વજનોથી દૂર રહીને બીમારી સામે લડતી વખતે દરદીઓમાં અજીબ સ્ટ્રેસ ઊભો થતો હોય છે. તેમનું મગજ કોઈક પૉઝિટિવ વિચારોમાં વળે તો આપમેળે બૉડીમાં રિલૅક્સ્ડ માહોલ  ઊભો થાય છે જે ઝડપી રિકવરીમાં મદદરૂપ થાય છે. રીડિંગ એમાં બહુ મહત્ત્વનો ફાળો આપતું હોવાથી આ બન્ને સેન્ટરોમાં નાની લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે જેમાં લગભગ ૧૦૦૦ જેટલાં પુસ્તકો અવેલેબલ છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK