Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પરણેલો પુરુષ ભોંયરું ખોદીને પ્રેમિકાના ઘરમાં નીકળ્યો, પણ...

પરણેલો પુરુષ ભોંયરું ખોદીને પ્રેમિકાના ઘરમાં નીકળ્યો, પણ...

01 January, 2021 08:44 AM IST | Mexico

પરણેલો પુરુષ ભોંયરું ખોદીને પ્રેમિકાના ઘરમાં નીકળ્યો, પણ...

ભોંયરું

ભોંયરું


મેક્સિકોના વિલાસ દ પ્રાડો પ્રાંતના તિજુઆના નામના નાનકડા શહેરમાં ઍડલ્ટરીનો અનોખો કિસ્સો પકડાયો હતો. આલ્બર્ટો નામના એક પરણેલા પુરુષના અન્ય પરણેલી મહિલા સાથે છાનગપતિયાં ચાલતાં હતાં. તેણે પ્રેમિકાના ઘર સુધી ભોંયરું ખોદી કાઢ્યું હતું, પરંતુ આલ્બર્ટોની મહેનત માથે પડી હતી. તેનું નસીબ સારું નહોતું. એ ભાઈ  પ્રેમિકાના ઘરના સોફાની પાછળ છુપાઈ ગયા હતા, પણ ત્યારે તેના પતિએ આલ્બર્ટોને ઝડપી લીધો. વળી ઘરની પાછળનું ભોંયરું પણ તેને દેખાઈ ગયું હતું. 

પ્રેમિકાનો પતિ જ્યૉર્જ એક કંપનીના સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. તે નોકરીએ ગયો હોય ત્યારે બન્ને મળતાં હતાં. એ સમયગાળામાં આલ્બર્ટોએ ભોંયરું ખોદ્યું હતું. જોકે એ ભોંયરું કેટલું લાંબું હતું એની વિગતો મળી નથી, પરંતુ જ્યૉર્જ ભોંયરામાંથી પસાર થઈને બીજી બાજુ નીકળ્યો ત્યાં આલ્બર્ટોનું ઘર હતું. ત્યાં જ્યૉર્જની સામે આલ્બર્ટો ઊભો હતો અને તેને વિનંતી કરતો હતો, ‘મારા અને તારી પત્નીના આડા સંબંધો વિશે મારી પત્નીને કાંઈ ન કહેશો.’ જોકે વાત સરળતાથી પૂરી ન થઈ. બે ભાયડાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ. ભરપૂર મુક્કાબાજી થઈ. સ્વાભાવિક રીતે મામલો પોલીસ સુધી પહોંચી ગયો. 


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 08:44 AM IST | Mexico

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK