Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેક્સિકોના અન્ડર વર્લ્ડ ગૅન્ગલીડર પાસેથી ગોલ્ડ પ્લેટેડ ગન પકડાઈ

મેક્સિકોના અન્ડર વર્લ્ડ ગૅન્ગલીડર પાસેથી ગોલ્ડ પ્લેટેડ ગન પકડાઈ

14 May, 2020 07:37 AM IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેક્સિકોના અન્ડર વર્લ્ડ ગૅન્ગલીડર પાસેથી ગોલ્ડ પ્લેટેડ ગન પકડાઈ

ગોલ્ડ પ્લેટેડ ગન

ગોલ્ડ પ્લેટેડ ગન


મેક્સિકોની ખતરનાક લાસ બિગોતોનાસ અન્ડર વર્લ્ડ ગૅન્ગના લીડર વિક્ટર ઇવાન એમ. ઉર્ફે એલ. યોરીની ધરપકડ કરતાં તેની પાસેથી ગોલ્ડ પ્લેટેડ ગન પણ જપ્ત કરવામાં આવી હતી. એલ. યોરી પર ડ્રગ્સના ગેરકાયદે ધંધા, શસ્ત્રોની હેરાફેરી અને ગેરકાયદે વેચાણ, હત્યાઓ અને લૂંટના આરોપો મૂકવામાં આવ્યા હતા. ધરપકડ વેળા વિક્ટર પાસેથી સોનાનો ઢોળ ચડાવેલી AR-15 અસોલ્ટ રાઇફલ અને ક્રિસ્ટલ મેથામ્ફીટામાઇન ભરેલી ૩૮ બૅગ્સ મળી હતી. એલ. યોરીની ધરપકડ સેન્ટ્રલ પ્યુએબ્લા સ્ટેટના તેહુઆચન શહેરમાં કરવામાં આવી હતી. એની ગોલ્ડ પ્લેટેડ ગન પર ખ્રિસ્તીઓની મૃત્યુની દેવી અવર લેડી ઑફ હોલી ડેથ-સાન્ટા મુએર્તેનું ચિત્ર કોતરવામાં આવ્યું હતું. અગાઉ ૨૧ વર્ષની મહિલા ગૅન્ગલીડર પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામી ત્યારે તેની પાસેથી ગોલ્ડ પ્લેટેડ AK-47 અસોલ્ટ રાઇફલ મળી હતી. ગયા જાન્યુઆરી મહિનામાં પકડાયેલી મારિયા લોપેઝ ઉર્ફે લા કૅટરિના સોશ્યલ મીડિયા પોસ્ટ્સ માટે જાણીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 07:37 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK