Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્કને જમીન ન ફાળવાઈ એટલે દૂર આર્મી કૅમ્પની જગ્યામાં બ્રાન્ચ ખોલી

બૅન્કને જમીન ન ફાળવાઈ એટલે દૂર આર્મી કૅમ્પની જગ્યામાં બ્રાન્ચ ખોલી

29 August, 2020 07:30 AM IST | Mexico
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્કને જમીન ન ફાળવાઈ એટલે દૂર આર્મી કૅમ્પની જગ્યામાં બ્રાન્ચ ખોલી

બૅન્કને જમીન ન ફાળવાઈ એટલે દૂર આર્મી કૅમ્પની જગ્યામાં બ્રાન્ચ ખોલી

બૅન્કને જમીન ન ફાળવાઈ એટલે દૂર આર્મી કૅમ્પની જગ્યામાં બ્રાન્ચ ખોલી


મેક્સિકોમાં એક બૅન્કની બ્રાન્ચ એવી જંગલ જેવી ઉજ્જડ જગ્યામાં ખોલવામાં આવી છે કે એની તસવીરો સોશ્યલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે. વાત એમ છે કે આ બૅન્કની બ્રાન્ચ બનાવવા માટે ચિહુઆહુઆ શહેરના મેયરે જગ્યા ન ફાળવી એટલે લશ્કરી અમલદારોએ ફાળવેલી જગ્યામાં બ્રાન્ચ શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે આ બ્રાન્ચની આસપાસ કોઈ રહેણાક કે કમર્શિયલ વિસ્તારો નથી. ઉજ્જડ વિસ્તારમાં બનેલી આ બૅન્કની બ્રાન્ચ સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. પોતાની મોટરકારો હોય એવા લોકો માટે પણ સીધા બૅન્કના દરવાજે પહોંચી જવાનું સરળ નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ યાત્રીઓને બૅન્કથી ૧૦૦ મીટર દૂર ઉતારે છે.
બૅન્કના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે ઝડપ કરીને લશ્કરી દળો તરફથી જે જગ્યા મળી ત્યાં બ્રાન્ચ શરૂ ન કરી હોત તો હજી ઘણી રાહ જોવી પડી હોત અને આ વિસ્તારના રહેવાસીઓની રોજિંદી બૅન્કિંગની જરૂરિયાત પૂરી કરવામાં પણ વિલંબ થયો હોત.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2020 07:30 AM IST | Mexico | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK