શરીરમાં 516 બદલાવો દ્વારા વરણાગી વેશ ધારણ કરવાનો રેકૉર્ડ ધરાવે છે આ ભાઈ

Published: 27th October, 2020 07:25 IST | Gujarati Mid-day Correspondent | Germany

જર્મનીના આ ભાઈને ભગવાને આપેલા શરીરથી સંતોષ નહોતો. તેમણે એને શણગારવાના નામે પોતાના દેખાવમાં એવા-એવા બદલાવો કર્યા છે કે હવે તેમનો ઓરિજિનલ ચહેરો શું હતો એ કદાચ તેમને પોતાને પણ યાદ નથી.

આ ભાઈએ શરીરમાં 453 છેદ કરાવ્યા છે
આ ભાઈએ શરીરમાં 453 છેદ કરાવ્યા છે

જર્મનીના આ ભાઈને ભગવાને આપેલા શરીરથી સંતોષ નહોતો. તેમણે એને શણગારવાના નામે પોતાના દેખાવમાં એવા-એવા બદલાવો કર્યા છે કે હવે તેમનો ઓરિજિનલ ચહેરો શું હતો એ કદાચ તેમને પોતાને પણ યાદ નથી. જર્મનીમાં રહેતા રૉલ્ફ બુશોલ્ઝ નામના ૬૧ વર્ષના કાકાએ શરીર પર અસંખ્ય ટૅટૂ અને પિયર્સિંગ કરીને પોતાને સાવ જ બદલી નાખ્યા છે. તેમના શરીરમાં ૪૫૩ છેદ કરાવ્યા છે. આ છેદમાં કાં તો રિન્ગ ભરાવી છે કાં બટન્સ જેવા ઑર્નામેન્ટ્સ. કપાળ પર બે શિંગડાં પણ તેમણે લગાવ્યા છે. આ બધું થઈને તેમણે શરીરમાં ૪૫૩ પિયર્સિંગ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. રૉલ્ફે પોતાના હોઠ, ભવાં, નાક, કાન, કપાળ સહિત શરીરમાં ઠેર-ઠેર આવાં ઑર્નામેન્ટ્સ લગાવ્યા છે. શરીરમાં કુલ આવા ૫૧૬ બદલાવો થયા છે અને એની સફર શરૂ થયેલી ૪૦ વર્ષની વયે. પહેલી વાર તેમણે ૨૧ વર્ષ પહેલાં શરીર પર ટૅટૂ છુંદાવેલું અને ત્યારથી તેમણે ધીમે-ધીમે કરતાં શરીરને છૂંદણા અને છેદ કરીને શણગારવાનું ચાલુ જ રાખ્યું છે. હવે ભાઈસાહેબ ઓળખાય એવા નથી રહ્યા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK