મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અલીગાટ અને દાદર ગામના લોકોને આંગણવાડીનાં કાર્યકર રેલુબહેનના રૂપમાં જાણે માનવતાનો મહાસાગર મળી ગયો હોય એવું બન્યું છે. મૂળ નાશિકનાં વતની રેલુબહેન કોરોના રોગચાળાના વખતમાં અંતરિયાળ ગામડામાંના પરિવારોમાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે દેવદૂત સમાન સાબિત થયાં છે. તેઓ અલીગાટ અને દાદર નામના આદિવાસી ગામોના પરિવારોનાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા લગભગ દરરોજ નદીમાં ૧૮ કિલોમીટર હોડી હંકારે છે. આ સિલસિલો ગયા એપ્રિલ મહિનાથી ચાલે છે. નર્મદાને કાંઠે ઉછેર થયો હોવાથી પાણીમાં તરવું અને હોડી ચલાવવાનું તેમને સારું ફાવે છે. મહારાષ્ટ્રના નંદુરબાર અને ખાનદેશ જિલ્લા ગુજરાતની સરહદ પાસે હોવાથી તેમની બોલીમાં ઘણા ગુજરાતી શબ્દો આવે છે. દરરોજ સાંજે રેલુબહેનના હાથ દુખે છે, પરંતુ પોતાના દુઃખ કરતાં અનેક શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓને સહાય કર્યાનો આનંદ તેમના ચહેરા પર છલકાતો હોય છે.
આંગણવાડીનાં કાર્યકર તરીકે નવજાત શિશુઓ અને માતાઓ તથા સગર્ભા સ્ત્રીઓનાં વજન, વૃદ્ધિ, આરોગ્યનો ખ્યાલ રાખવા અને તેમને પોષક આહાર સહિત ઉચિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કામ રેલુબહેનનું છે, પરંતુ તેઓ પોતાનું કામ જે નિષ્ઠા અને સમર્પિતતાથી કરે છે એ નોંધપાત્ર બાબત છે.
રેલુબહેનની ખ્યાતિ મુખ્ય પ્રધાનની કચેરી સુધી પહોંચી છે. તાજેતરમાં મુખ્ય પ્રધાન તરફથી નંદુરબાર જિલ્લા પરિષદના મુખ્ય વહીવટી અમલદારે રેલુબહેનનું સન્માન કર્યું હતું. આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર રેલુબહેનની પ્રશંસા કરતી પોસ્ટ લખી હતી.
ખેડૂતોના વિશાળ આંદોલનમાં શિવસેના કેમ સામેલ ન થઈ?
26th January, 2021 09:28 IST૫૦,૦૦૦ ખેડૂતોની કાલે રાજભવન કૂચ
25th January, 2021 08:16 ISTમહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં ચૂક, ઠાકરેની સહીની ફાઇલ સાથે થઈ છેડછાડ
24th January, 2021 13:03 ISTમુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, બીજેપી-એમએનએસનું એક જ લક્ષ્ય ધનુષ્યબાણ
24th January, 2021 09:59 IST